રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા21 માર્ચ, 2026| Super Admin

ગેસની અછત વચ્ચે રેશનકાર્ડ ધારકોને મોટી રાહત: કાર્ડ દીઠ ૫ લીટર કેરોસીન આપવાનો મહત્વનો નિર્ણય

ગેસની અછત વચ્ચે રેશનકાર્ડ ધારકોને મોટી રાહત: કાર્ડ દીઠ ૫ લીટર કેરોસીન આપવાનો મહત્વનો નિર્ણય
કેરોસીન બંધ થવાથી પ્રાયમસ, સ્ટવ ગાયબ થતાં કેરોસીનનો ઉપયોગ કેવી રીતે કરવો વિકટ પ્રશ્ન ગુજરાત સરકાર દ્વારા રાંધણ ગેસની અછતને પહોંચી વળવા માટે રેશનકાર્ડ ધારકોને કાર્ડ દીઠ ૫ લીટર કેરોસીન આપવાનો નિર્ણય કર્યો છે. આ કેરોસીન એક જ વખત આપવામાં આવશે કે કેમ એ પણ નક્કી નથી. કેરોસીનનો શું ભાવ રાખવામાં આવશે, તાલુકા જિલ્લાને કેટલો જથ્થો મળશે, કોના મારફતે વિતરણ થશે તે પણ નક્કી નથી એટલે કે ગુજરાત સરકાર હવામાં બાથ ભરાઈ રહ્યું છે. કેરોસીનનો ભાવ અંદાજિત ૮૦ થી ૯૦ રૂપિયાના ભાવ રહેશે તેવું લાગી રહ્યું છે. હોલસેલ ડીલરો પાસે માલ ઉતારવાની જગ્યા છે કે નહીં. કંટ્રોલવાળા જોડે પંપ સહિતના માપીયા છે કે પછી કેમ ? આ અનેક પ્રશ્નો ઉભા થયા છે. ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ અગાઉ કેરોસીન બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ કોણ જાણે કેમ પાંચ વર્ષ બાદ કેરોસીન આપવાનો નિર્ણય લેવાયો છે. નવાઈની વાત તો એ છે કે, રેશનકાર્ડ ધારક કેરોસીન લઈને તેનો ઉપયોગ કેવી રીતે કરશે તે પણ એક સવાલ છે. પાંચ વર્ષથી કેરોસીનનો જથ્થો બંધ થતાં કેરોસીન માટેના પ્રાયમસ, સ્ટવ પણ બંધ થઈ ગયા છે. આજે બજારમાં નવા પ્રાયમસ કે સ્ટવ પણ મળતા નથી તો રેશનકાર્ડ ધારક કેરોસીન લઈને કેવી રીતે ઉપયોગ કરવો તે પણ એક સવાલ ઉભો થયો છે. ઈલેક્ટ્રીક સગડી કાયમી ઉકેલ : મહામંત્રી ગુજરાત પ્રદેશ ફેર પ્રાઈઝ ઓફ એસોસિયેશનના મહામંત્રી અલ્પેશભાઈ શાહે જણાવ્યું હતું કે, સરકાર વન ટાઈમ કેરોસીન આપવું અને એના ૪૦૦ થી ૫૦૦ રૂપિયા ખર્ચ કરવો. હોલસેલ ડીલરો બંધ થઈ ગયા છે. રીટેલ વાળા પાસે સાધન સામગ્રી પણ નથી. આ નવેસરથી બધુ કરવુ એના કરતાં ૫૦ ટકા સબસીડી સાથે ઈલેક્ટ્રીક સગડી કેરોસીનની જગ્યાએ આપે તો કાયમી ઉકેલ આવે. અમારૂં સુચન છે કે સરકાર આ બાબતે વિચારે.  

સંબંધિત સમાચાર