રખેવાળ
બ્રેકિંગ
પાટણ5 માર્ચ, 2026| Super Admin

પાટણના સરવા-ખાનપુર કોડી વચ્ચે સજૉયેલ અકસ્માતમાં ખોટી એફઆઈઆર નોધાઈ હોવાના આક્ષેપો ઉઠ્યા

પાટણના સરવા-ખાનપુર કોડી વચ્ચે સજૉયેલ અકસ્માતમાં ખોટી એફઆઈઆર નોધાઈ હોવાના આક્ષેપો ઉઠ્યા
મારૂતિ સુઝુકી ગાડીના ચાલક પોલીસની ભૂલ છતાં ઓટો રિક્ષાના ચાલકને ગુનેગાર બનાવ્યો ગત તા.૧૭ ફેબ્રુઆરી ના સાંજે ૭-૩૦ કલાકે પાટણના સરવા-ખાનપુર કોડી વચ્ચે સજૉયેલ અકસ્માત માં મારૂતિ સુઝુકી ગાડી ચાલકની ભૂલ છતાં ઓટો રિક્ષાના ચાલકને ગુનેગાર બનાવ્યો હોવાના આક્ષેપો સાથે ઓટો રિક્ષા ચાલક દ્રારા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાબતે ન્યાયિક તપાસ કરવા  અરજદાર તથા પટેલ રમેશભાઈ નાનજીભાઈ તથા બીજા બે જણા અમો રીક્ષા નં. જી.જે.૨૪. ડબલ્યુ ૩૨૦૩ માં બેસી સરવા ગામથી ખાનપુર કોડી ગામ વચ્ચે આવતાં પાછળથી એક પોલીસ કમૅચારીની પ્રાઈવેટ મારૂતિ સુઝુકી ગાડી નં. જી.જે.૦૧. આર.વાય. ૬૭૧૭ના ડ્રાઈવરે સદરહુ ગાડી પુરઝડપે અને બેફામ અને નિષ્કાળજીથી તથા માનવજીંદગી જોખમાય તે રીતે બેફામ ચલાવી સદર રીક્ષા નં. જી.જે.૨૪ ડબલ્યુ ૩૨૦૩ની પાછળ ટક્કર મારી ગંભીર અકસ્માત કરેલ જેથી અમો જે રીક્ષામાં બેઠેલા હતા તે રીક્ષા લાલજીભાઈ રાવળ ડ્રાઇવીંગ કરતા હતા તે રીક્ષા પલ્ટી ખાઈ ગયેલ જેથી તેની અંદર બેઠેલા અમો અરજદારને ગંભીર કરોડના ભાગે ફેકચરો થયેલ તથા માથામાં ઇજાઓ થયેલ તથા પટેલ રમેશભાઈ નાનજીભાઈને જમણા તથા ડાબા હાથે ફેકચરો થયેલ તથા રીક્ષાચાલકને મોં ઉપર ઇજાઓ થયેલ તથા બીજાઓને સામાન્ય ઇજાઓ થયેલ તથા રીક્ષાને નુકશાન થયેલ. આમ, ગંભીર અકસ્માત થતા અમોને સારવાર માટે તમામને દાખલ કરવામાં આવેલ ત્યારે આ કામના ફરિયાદી ચૌધરી રામજીભાઈ પ્રભુભાઈ રણુંજ પોલીસ સ્ટેશનવાળા જે પ્રથમ હાજર થઈ ફરિયાદી બનેલ છે. જેમને પોતાની સત્તાનો દુરુપયોગ કરી અમો ઇજા પામનારાઓ ના જવાબો લઇ રીક્ષા ચાલકને આરોપી બનાવી પોતાની સત્તાનો દુરુપયોગ કરી સહીઓ કરાવી લીધેલ છે અને ઇજા પામનારાઓના ખોટા નિવેદન લીધેલા છે.  ફરિયાદીને ગંભીર ઇજાઓ થતાં અમો બેભાન અવસ્થામાં હતા જ્યારે ભાનમા આવ્યા ત્યારે ખબર પડી કે પોલીસ ફરિયાદી બની ખોટા નિવેદનો લઈ એફ.આઈ.આર. નોંધાવી છે.  ભાનમાં આવતા ખબર પડી કે આ હકીકત પોલીસે ખોટી દર્શાવી રીક્ષાચાલક ઉપર ગુનો નોંધેલ છે. સાચી હકીકતમાં પોલીસની મારૂતિ ગાડી નં. જી.જે.૦૧ આર.વાય.૬૭૧૭ની ગાડીના ડ્રાઇવરે તેના કબજાની ગાડી બેફામ પુરઝડપે ચલાવી  રીક્ષાને પાછળથી ટક્કર મારી ગંભીર અકસ્માત કરેલ છે. જેથી હાલના ફરિયાદીએ તેમના હોદ્દાનો દુરુપયોગ કરી પોતે પોલીસ હોઇ સદર મારૂતી ગાડી નં. જી.જે.૦૧.આર.વાય. ૬૭૧૭માં હોઈ તેમજ ગુનેગાર હોવા છતાં રીક્ષા ડ્રાઇવરને ખોટા હેરાન કરવા માટે તેમના વિરુદ્ધ ગુનો નોંધેલ છે.જેથી સદર એફ.આઇ.આર. જે પોલીસ ચૌધરી રામજીભાઈ પ્રભુદાસે નોંધાવેલ છે. જેનો નંબર ૧૧૨૧૭૦૦ ૫૨૬૦૦૧૧ની ન્યાયિક તપાસ થવી જોઇએ એવી અરજદારોએ રજુઆત કરી અરજદારનું નિવેદન કોઈ સક્ષમ કે પ્રમાણિક અધિકારી દ્વારા લેવામાં આવે તેવી નમ્ર વિનંતી. (રણુંજ પોલીસ સિવાય) અન્ય અધિકારી દ્વારા લેવામાં આવે તેવી નમ્ર અરજ અરજદારે રજુઆતમા કરી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર