આગથળા પોલીસે ભાકડીયાલ-ઘાણાની સીમમાં વિદેશી દારૂ ભરેલું પીકઅપ ડાલુ ઝડપ્યું

પોલીસે પીછો કરતાં ચાલક ડાલું મૂકી રફુચક્કર; આગથળા પીઆઈ આર.આર. રાઠવા પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળેલ કે જડીયાલી-ભાકડીયાલ રોડ તરફથી એક પીકઅપ ડાલુ (નં.જીજે 13 એએક્સ 0833) ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર છે. જે બાતમી આધારે જડીયાલી-ભાકડીયાલ રોડ ઉપર આવેલા પીકઅપ ડાલાને હાથનો ઈશારો કરી ડાલુ રોકવા જણાવતાં ચાલકે ડાલુ ઉભું રાખેલ નહિ.તેથી પોલીસે પીછો કરતાં ભાકડીયાલ-ઘાણા કાચા શેરીયામાં ડાલુ મુકી જાડી-જાંખરનો લાભ લઈ ચાલક નાશી ગયેલ. જે પીકઆપ ડાલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૩૪૪ (કિ. રૂા.૨,૯૫,૧૫૨/-) તથા પીકઅપ ડાલુ (કિ.રૂ.૩,૦૦,૦૦૦/) મળી કુલ રૂા.૫,૯૫,૧૫૨/- નો મુદામાલ હેરાફેરી કબ્જે કરી પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટેગ્સ:#legal action#Police Patrol#Crime Prevention#Police Chase#Driver Fled#Foreign Liquor Smuggling#Indian-Made Foreign Liquor#Agatthala Police#Pickup Truck Seizure#Bhakadial-Ghana Border#Illegal Liquor Value#Fog Conditions
સંબંધિત સમાચાર
બનાસકાંઠામડાલ-લાલપુર માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય: ચોમાસામાં જીવના જોખમે મુસાફરી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ડાવસમાં ગ્રીન ક્રાંતિ: 112 એકરમાં રાજ્યનું સૌપ્રથમ 'વન કવચ' તૈયાર
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં વન મંત્રીના જન્મદિવસે રક્તદાન કેમ્પ: 241 લોકોએ ડોનેશન કર્યું બ્લડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાકંબોઈ ચોકડી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા 10 ડમ્પર ઝડપાયા, કરોડોનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
