કાંકરેજ તાલુકાના શિહોરી-થરા નેશનલ હાઈવે ઉપરથી શનિવારે એક્ટિવા ચાલક અને ટ્રક બન્ને શિહોરીથી થરા તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે ડુંગરાસણ પાસે ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતાં એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત થતાં 108 દ્વારા થરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત મેહુલ ઠકકર હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઈજાગ્રસ્તની હાલત ખૂબ જ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. થરા પોલીસ દ્વારા ટ્રક ચાલકની ટ્રક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શિહોરી થરા નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત

સંબંધિત સમાચાર
બનાસકાંઠાએરોમા સર્કલ અકસ્માત: બેકાબૂ ક્રેને 13 વાહનોને કચડી નાખતા હાઇવે પર મચ્યો હાહાકાર
23 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી પોલીસ સ્ટેશન: પાડલીયા હુમલા કેસમાં ફરાર 6 આરોપી ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજના માનપુર પાસે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ
1 દિવસ પહેલા
