રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ઑક્ટોબર, 2026| Super Admin

અંબાજીના કુંભારીયામાંથી ગેસના બાટલા ઝડપાયા: 1.69 લાખનો મુદ્દામાલ જપ્ત

અંબાજીના કુંભારીયામાંથી ગેસના બાટલા ઝડપાયા: 1.69 લાખનો મુદ્દામાલ જપ્ત

 યાત્રાધામ અંબાજીના કુંભારીયા ગામેથી પુરવઠા વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. પુરવઠા વિભાગે બંધ મકાનમાં ગેરકાયદે રીતે સંગ્રહ કરેલા 88 ગેસના બાટલા કબજે લીધા છે. દાંતા મામલતદાર દ્વારા કુલ 1.69 લાખનો મુદ્દામાલ સીઝ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

અંબાજી નજીક કુંભારીયા ગામે પુરવઠા વિભાગે  ફરી એક રેઈડ કરી છે. આ વિસ્તારમાં પતરાવાળી ઓરડીમાં ગેરકાયદે સંગ્રહ કરેલા રિલાયન્સ, એચપી અને ઈન્ડિયન કંપનીના કુલ 88 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. કુંભારીયામાં બે માસ અગાઉ પણ એક રેઈડ પાડીને 219 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. તપાસ અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ જે પહેલા જે શનિવારે વધુ એક રેઈડ પાડીને પતરાવાળી ઓરડીમાં ગેરકાયદે રીતે ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરી ગેસ નો કાળો કારોબાર થતા હોવાની વિગતો બહાર આવી હતી.આ ધરમિયાન વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન રિલાયન્સ, એચપી અને ઈન્ડિયન જેવી ત્રણ અલગ-અલગ કંપનીના એલપીજી ગેસના ભરેલા તેમજ ખાલી સિલિન્ડરોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

કોઈપણ અધિકૃત એજન્સી પરવાનગી કે નિયમ વગર ગેરકાયદે રીતે કરાયેલા આ સંગ્રહ અંગે તપાસમાં સામે આવ્યું હતું કે ગોલ્ડન માલિક હાજર ન મળતા તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોડાઉનનું તાળું તોડીને મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ પર પંચનામું કરી અંદાજિત રૂ. 1,74,300 ની કિંમતના 88 ગેસ સિલિન્ડર કબજે લીધા હતા. જોકે,  લાંબી કાર્યવાહી છતાં ગોડાઉનના માલિક કે આ ગેરકાયદે જથ્થા વાસ્તવિક માલિક અંગે સ્પષ્ટતા થઈ શકી નથી.દાંતા મામલતદાર દ્વારા કુલ રૂ. 1.69 લાખનો મુદ્દામાલ સીઝ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારના ગેરકાયદેસર ગેસ સંગ્રહથી મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર