રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા13 એપ્રિલ, 2025| Super Admin

ડીસાના આખોલ ચાર રસ્તા ઓવરબ્રીજ ઉપર અકસ્માત; એક મહિલાનું મોત એક ઘાયલ

ડીસાના આખોલ ચાર રસ્તા ઓવરબ્રીજ ઉપર અકસ્માત; એક મહિલાનું મોત એક ઘાયલ
ડીસામાં અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસાના આખોલ ચાર રસ્તા ઓવરબ્રીજ ઉપર અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. એકટીવા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા એકટીવા પર સવાર 2 મહિલાઓમાંથી એક મહિલા બ્રિજની નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બે મહિલાઓ પૈકી એક મહિલા બ્રિજની નીચે પટકાઈ ; ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાને ડીસા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવી છે. મૃતક મહિલા ભીલડીના જ્યોત્સનાબેન બળવંતભાઈ રાવળ હોવાનું સામે આવ્યું છે. ડીસા તાલુકા પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર