રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જૂન, 2025| Super Admin

ડીસા નજીક સ્કોર્પિયો અને કાર વચ્ચે અકસ્માત,પોષડોડાનો જથ્થો અને હથિયાર ઝડપાયા

ડીસા નજીક સ્કોર્પિયો અને કાર વચ્ચે અકસ્માત,પોષડોડાનો જથ્થો અને હથિયાર ઝડપાયા
ડીસા ખાતે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સ્કોર્પિયો ગાડી અને એક કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને પગલે ડીસા રૂરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીમાંથી પ્રતિબંધિત પોષડોડા ભરેલા કટ્ટાઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઉપરાંત, ગાડીમાંથી એક પિસ્તોલ અને કારતૂસ પણ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક પોષડોડા ભરેલી સ્કોર્પિયો ગાડીને ડીસા રૂરલ પોલીસ મથકે લાવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.બનાસકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોય તેવું આ ઘટના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જિલ્લામાં અફીણ, ગાંજો અને પોષડોડાનું વેચાણ વધવું એ એક અત્યંત ચિંતાજનક બાબત છે. આવા પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરતી ગાડીઓમાંથી હથિયારો પણ મળી આવતા આમ લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. આ અંગે જનતામાં પોષડોડાનું વેચાણ કરતા લોકોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

સંબંધિત સમાચાર