રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા23 એપ્રિલ, 2025| Super Admin

ઊંઝા બ્રાહ્મણવાડા હાઇવે પર પસાર થઇ રહેલ ગાડી અને આઇશર ટ્રક વચ્ચે અકસ્માત: દંપતીને ઇજા

ઊંઝા બ્રાહ્મણવાડા હાઇવે પર પસાર થઇ રહેલ ગાડી અને આઇશર ટ્રક વચ્ચે અકસ્માત: દંપતીને ઇજા
ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ; ઊંઝા સિદ્ધપુર હાઇવે રોડ પર બ્રાહ્મણવાડા ગામ નજીક ગાડી લઈ પાલનપુર જઈ રહેલ ચાલકને એક ટ્રક અચાનક બેદરકારીપૂર્વક જમણી બાજુએ કટ ઉપર વળી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં દંપતીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે આઇશર ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુર ખાતે આવેલ તિરૂપતિ બેંગલોઝમાં રહેતા શૈલેષ કુમાર બાબુભાઈ રાજગોર રહે છે. જેઓ પોતાની પત્ની હિનાબેન સાથે પુત્ર ઇંગ્લેન્ડથી આવતો હોઈ અમદાવાદ લેવા ગયા હતા બાદમાં પરત પાલનપુર ફરી રહ્યા હતા. જેઓ બ્રાહ્મણવાડા હાઇવે પર પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન એક આઇશર ટ્રકના ચાલકે પોતાની ટ્રક ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અચાનક બેદરકારી પૂર્વક જમણી બાજુએ કટ ઉપર વળી જઈ ગાડીને અક્સ્માત કરી શૈલેષભાઈ અને તેઓની પત્ની હિનાબેનને નાની મોટી ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે શૈલેષભાઈના નિવેદને આધારે આઇશર ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર