રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા30 મે, 2025| Super Admin

કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાના નામની સત્તાવાર જાહેરાત

કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાના નામની સત્તાવાર જાહેરાત
લોકસેવાના અભિગમને ખરા અર્થમાં સાકાર કરીશું-જગદીશ ચાવડા મહેસાણા જિલ્લાના કડીમાં ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અકાળે અવસાન બાદ ખાલી પડેલી વિધાનસભા બેઠક પર આગામી સમયમાં યોજાનાર પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જગદીશ ચાવડાનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જગદીશ ચાવડા મૂળ કડી તાલુકાના ખાવડ ગામના વતની છે. તેઓ છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટીના અનુસૂચિત જાતિ વિભાગના પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યરત છે, સાથોસાથ રાષ્ટ્રીય દલિત મંચ RDM સાથે જોડાઈને સક્રિય ભૂમિકા ભજવી જગદીશ ચાવડાએ વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત ખેડૂતો માટે જન આંદોલનમાં અગ્રેસર રહી કામ કરેલ છે. કડી વર્ષોથી ભાજપનું એક ધારું શાસન ધરાવતું ભાજપનું ગઢ છે જ્યાં કોંગ્રેસના મેળાપીપણાના કારણે ભાજપ સત્તા પર ચાલી રહ્યું છે. કડીમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચાર અને મિલીભગતના કારણે કડીનો વિકાસ રૂંધાઈ ગયો છે. જેમાં ભાજપના ભ્રષ્ટાચારને રોકવામાં કોંગ્રેસ સદંતર નિષ્ફળ રહી છે. કડીના સ્થાનિક પ્રશ્નો જેવા કે તૂટેલા ફૂટેલા રોડ રસ્તા, ઉભરાઈ ગયેલી ગટરો, સમયસર પીવાનું અને ખેતીલાયક પાણી ન આવવું, ખેડૂતોનું શોષણ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ વિગેરે જેવા પ્રશ્નો સાથે આમ આદમી પાર્ટી મજબૂતીથી બુથ લેવલ સુધી ચૂંટણી લડશે અને કડીના માનવંતા મતદારો, વડીલો, ભાઈઓ અને બહેનોના સાથ સહકારથી આ ચૂંટણી જીતીને કડીના નાગરિકો સુખાકારી અને આવનારા સમયમાં કડીનો સાચો વિકાસ થાય તે માટે કામ કરશે. વર્ષો સુધી ભાજપનો અસહ્ય ત્રાસ સહન કરીને કંટાળી ચુકેલી કડીની જનતાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી જીત્યા બાદ તમામ પ્રકારની જરૂરિયાત મુજબની સુવિધાઓ અને સવલતો પુરી પાડવા મક્કમ છે. આગામી ચૂંટણીમાં જગદીશ ચાવડા જંગી બહુમતીથી જીત હાંસલ કરી લોકસેવાના અભિગમને ખરા અર્થમાં સાકાર કરશે તેમ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ જણાવ્યું છે.

સંબંધિત સમાચાર