રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા5 જૂન, 2025| Super Admin

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણનું જતન કરતી એક મહિલાની અનોખી કહાની

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણનું જતન કરતી એક મહિલાની અનોખી કહાની
પાલનપુરની મહિલાનુ પર્યાવરણ જતનનું અનોખું અભિયાન વૃક્ષની ભેટ આપી દીકરી જન્મના વધામણા કરવામાં આવે છે; પાલનપુર ખાતે રહેતી એક મહિલા દ્વારા અનોખું પર્યાવરણનું જતન કરવાનું અભીયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં કોઇ પરિવારમાં દીકરીનો જન્મ થાય તો આ મહિલા દીકરીના પરિવારને વૃક્ષ અને ભાગવત ગીતા આપીને દીકરી જન્મના વધામણા કરવામાં આવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને લઇ સૌ કોઈ ચિંતિત છે અને પર્યાવરણના જતન તેમજ રક્ષણ માટે સરકારની સાથે સ્વેચ્છિક સંગઠનો દ્વારા પણ કામ કરવામાં આવી રહ્યું છે અને તા.5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે બનાસકાંઠા જિલ્લામા પર્યાવરણના જતન અંગે લોક જાગૃતિ લાવવાની સાથે દીકરી જન્મના અનોખા વધામણા કરવામા આવી રહ્યા છે. મૂળ સૂઇગામના ક્ટાવ ગામના વતની અને પાલનપુરમાં એગોલા રોડ પર રહેતા રક્ષાબેન ચૌધરી દ્વારા છેલ્લા છ મહિનાથી પર્યાવરણના જતન હેતુ એક પેડ દીકરી કે નામ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જેમાં જે પરિવારમાં દીકરીનો જન્મ થાય છે તે પરિવારને વૃક્ષ આપી તે વૃક્ષનું જતન કરવાનો સંદેશો આપી દીકરી જન્મના વધામણા કરવામાં આવી રહ્યા છે તેમજ લોકોમાં ધાર્મિકતાનો સંચાર થાય તે હેતુ ભાગવત ગીતા અને નવજાત બાળકીને કપડા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

સંબંધિત સમાચાર