રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાલનપુરના સ્ટેશન રોડ પરના દબાણદારોને નોટિસ ફટકારાઈ

પાલનપુરના સ્ટેશન રોડ પરના દબાણદારોને નોટિસ ફટકારાઈ
માર્કેટ સહિતના દબાણો પર તંત્ર ત્રાટકશે: આજુબાજુના વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખી સહયોગ આપવા તાકીદ, પાલનપુર શહેરના રેલવે સ્ટેશન રોડ સહિત માર્કેટમાં થયેલા દબાણો સામે થયેલી ફરિયાદોને પગલે પાલનપુર નગરપાલિકાએ દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરી છે. જેને પગલે પાલિકા એ દબાણદારોને નોટિસ ફટકારી સ્વૈચ્છિક દબાણો દૂર કરવાની તાકીદ કરી છે. જોકે, દબાણો દૂર નહિ કરાય તો આવતીકાલે ચોથી ફેબ્રુઆરીએ પાલિકા તંત્ર દબાણો પર ત્રાટકશે. પાલનપુર શહેરના સ્ટેશન રોડ, સીમલાગેટ, મટન માર્કેટ સહિતના વિસ્તારોમાં થયેલા દબાણો સામે જુદા જુદા અરજદારો દ્વારા રજૂઆતો કરાઈ હતી. જેને પગલે પાલિકાએ દબાણદારોને નોટિસ ફટકારી સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની તાકીદ કરી છે. જો દબાણદાર વેપારીઓ સ્વેચ્છાએ દબાણ દૂર નહિ કરે તો પાલનપુર નગરપાલિકા દ્વારા ચોથી ફેબ્રુઆરીએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, દબાણો દૂર કરાવવાની કાર્યવાહી દરમિયાન સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આસપાસના વેપારીઓને પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનું ફરમાવવામાં આવ્યું છે. ત્યારે પાલિકાની દબાણદારો સામેની કાર્યવાહી કેટલી કારગત નીવડશે તે તો જોવું રહ્યું..!

સંબંધિત સમાચાર