રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જૂન, 2025| Super Admin

વાવ માં છેલ્લા એક મહિના થી વિફરેલા કપિરાજે 10 થી વધુ લોકો ને ઘાયલ કર્યા

વાવ માં છેલ્લા એક મહિના થી વિફરેલા કપિરાજે 10 થી વધુ લોકો ને ઘાયલ કર્યા
વન વિભાગ ની ધીમી કામગીરી ને લઈ લોકો એ નારાજગી દર્શાવી મામલતદાર કચેરી એ આવેદનપત્ર પાઠવ્યું. છેલ્લા એક મહિના થી સરહદી વાવ શહેરમાં વિફરેલા વાનરે દશ થી વધુ લોકો ને ઘાયલ કર્યા છે. ત્યારે ગતરોજ ફરી પાછા એક વૃદ્ધ મહિલા સહિત બે લોકો ને બચકાં ભરતાં થરાદ ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી. તેવા માં વાવના ચાર વાસ વિસ્તારના લોકોએ વન વિભાગના જવાબદાર અધિકારી ને ફોન કરવા છતાં ફોન રિશિવ કર્યો ન હતો. જેથી કરી નારાજ ગ્રામજનો એ વાવ મામલતદાર કચેરી ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું. કે છેલ્લા એક માસ થી વાવ શહેર વિસ્તારમાં વિફરેલા વાનરે 10 થી વધુ લોકો ને ઘાયલ કરવા છતાં આ વિફરેલો વાનર વન વિભાગ ને તાબે થતો નથી. વન વિભાગની ઉંઘ હરામ કરી દીધી છે. જોકે ગ્રામ જનોના જણાવ્યા અનુસાર આગામી 10 જૂન થી શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્ર શરૂ થનાર હોઈ કોઈ નાના બાળક ને આ વિફરેલા વાનરે ફાડી નાખ્યું તો જવાબદારી કોની. જોકે લોક મુખે થતી ચર્ચા મુજબ છેલ્લા એક માસ થી વિફરેલા વાનરે વાવ શહેરમાં આંતક મચાવી 10 થી વધુ લોકો ને ઘાયલ કરવા છતાં હજુ સુધી વન વિભાગના રેન્જર ઓફિસર વાવ શહેરમાં ફરકયા પણ નથી. વન વિભાગની ટિમ રેસ્કયુ કરી આ વિફરેલા વાનર ને તાત્કાલિક પીંજરે પુરે તેવી લોકોની ઉગ્ર માંગ છે. હવે પછી કોઈ અઘટિત ઘટના ઘટી તો જવાબદાર વન વિભાગ ની રહેશે તેવું લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર