રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 એપ્રિલ, 2026| Super Admin

દૈયપ-કુંભારડી રોડ પર ઇકો ગાડીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, કાર બળીને ખાખ

દૈયપ-કુંભારડી રોડ પર ઇકો ગાડીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, કાર બળીને ખાખ

દૈયપ-કુંભારડી રોડ પર ગુરુવારની રાત્રે એક ચાલુ ઇકો ગાડીમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં જોતજોતામાં આખી ગાડી ભડભડાટ સળગી ઉઠી હતી. સદનસીબે ચાલકે સમયસૂચકતા વાપરી ગાડીમાંથી નીચે ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર દૈયપ ગામના વતની ભરતભાઈ તગાભાઈ વેણ પોતાની ઇકો ગાડી લઈને ખેતરેથી પરત ગામ તરફ જઈ રહ્યા હતા. 

આ દરમિયાન દૈયપ-કુંભારડી રોડ પર ગાડીમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જોતજોતામાં એન્જિનના ભાગેથી આગની જ્વાળાઓ નીકળવા માંડી હતી. ગાડીમાં આગ લાગતા જ ડ્રાઈવર  તુરંત સતર્ક થઈ ગયા હતા.  ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા. જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, જોત જોતામાં આખી ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી. આગને કારણે ઇકો ગાડી સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી.

સંબંધિત સમાચાર