રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો

ડીસામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો
ફીરકીઓ અમદાવાદથી લાવી હોવાની કબૂલાત ઉત્તરાયણના તહેવાર પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વેલુનગર વિસ્તારમાં આવેલી એક પતંગની દુકાનમાંથી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ૪૫ ફિરકીઓ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.  ડીસા દક્ષિણ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વેલુનગર સપના પાર્લર પાસે આવેલી પતંગની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે પંચોને સાથે રાખી દુકાન પર દરોડો પાડતા દુકાનદાર કનુભાઈ અરજણભાઇ દેવીપુજક હાજર મળી આવ્યો હતો. દુકાનની તપાસ કરતા બહારના ભાગે પતંગો નીચે છુપાવેલ એક પુઠાનું બોક્સ અને પ્લાસ્ટિકના કટ્ટામાંથી 'મોનો સ્કાય' અને 'મોનો ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ' લખેલી ચાઇનીઝ દોરીની કુલ ૪૫ ફિરકીઓ મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ.૪૫,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ આ જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું    

સંબંધિત સમાચાર