રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 મે, 2025| Super Admin

પાલનપુરના લુણવા ગામના પશુપાલકે પશુના શેડમાં પંખા અને ફુવારા લગાવ્યા

પાલનપુરના લુણવા ગામના પશુપાલકે પશુના શેડમાં પંખા અને ફુવારા લગાવ્યા
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓને ઠંડક માટે પંખા અને ફુવારાની ફોગર લગાવી ગરમીમાં રાહત આપી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે. જ્યાં સમગ્ર ગુજરાતમાં હીટ વેવને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠામાં પણ ગરમી એ માજા મૂકી છે અને 43 ડિગ્રી સુધી ગરમી પહોંચી છે. ત્યારે લોકો ગરમીથી દાઝી રહ્યા છે. તો બીજી તરફ આ ગરમીની અસર પશુઓ માં પણ જોવા મળી છે..ત્યારે પશુઓ માટે પશુપાલકોએ પંખા અને ફુવારા ની ફોગર પદ્ધતિથી પશુઓને ઠંડક મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની આકરી ગરમીમાં પાલનપુર પંથકના લુણવા ગામમાં 43 ડીગ્રી ઉપર ગરમીનો પારો પહોંચતાં માણસો પંખો કે ઝાડ નીચે બેસીને પણ ગરમીમાં રાહત મેળવી રહ્યાં છે. પરંતુ હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાં પશુઓને સાચવવા મુશ્કેલ બન્યાં છે.એચ.એફ જાતિ ના પંજાબી પશુઓ કે જે 43 ડીગ્રી ઉપર ગરમીનો પારો પહોંચે તો પશુઓ ગરમી સહન કરી શકતા નથી. જ્યાં આવી ગરમીમાં સદ્ધર ખેડૂતો પોતાના પશુઓ માટે પંખા અને ફુવારા ની ફોગર મશીન લગાવી પશુઓને ઠંડક આપી રહ્યાં છે. જો કે ગરીબ પશુપાલકો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી કેટલાક પશુઓ આવી ગરમીને કારણે મૃત્યુ પામે છે.જ્યાં નાના પશુપાલકો માટે સરકાર કોઈ સહાય આપે એવું આગેવાનો કહી રહ્યાં છે. પાલનપુરના લુણવા ગામના ખેડુતે છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનું પારો સતત વધતો રહ્યો છે 43 ડિગ્રી સુધી ગરમી પહોંચી છે જેને લઈને લોકોના જનજીવન ઉપર પણ મોટી અસર થઈ છે. લોકો ને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે કાળજાળ ગરમીથી બચવા લોકો અનેક પ્રયત્નો કરી રહ્યા છે. જોકે બનાસકાંઠા એ પશુપાલન ધરાવતો જિલ્લો છે. ત્યારે આ ગરમી પશુઓ પણ સહન કરી શકે તેમ નથી. ત્યારે જે પશુપાલકો છે તે પોતાના પશુઓને ગરમીથી કઈ રીતે બચાવી શકાય તે માટે પણ પ્રયત્નો હાથ ધર્યા છે. અને પોતાના ખેતરોમાં બનાવેલા શેડની અંદર રાખવામાં આવેલા પશુઓ માટે ફુવારા પંખા તેમ જ ફોગર પદ્ધતિથી પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરી છે. કાળજાળ ગરમી એ સૌ કોઈને દજાડી રહી છે ત્યારે પશુઓ પણ ગરમી સહન કરી શકતા નથી ત્યારે પશુપાલકો પોતાના પશુઓ માટે પણ અલગ અલગ રીતે પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરતા હોય છે ત્યારે પાલનપુર તાલુકાના લુણવા ગામે પશુપાલકે પોતાના પશુઓ માટે પંખા અને પાણીના ફુવારા સહિતની સુવિધા ઉભી કરી અને પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે. ઉનાળાની આ કાળજાળ ગરમીમાં પશુઓ ગરમી સહન કરી શકતા નથી અને જેના કારણે દૂધ ઉત્પાદનમાં પણ મોટી અસર પડતી હોય છે ત્યારે પોતાના પશુઓને સાચવવા માટે પણ તેના માલિકો દ્વારા આ કાળજાળ ગરમીમાં તેમને ઠંડક મળી રહે તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે..

સંબંધિત સમાચાર