રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 મે, 2026| Super Admin

બનાસકાંઠા: પાંથાવાડા બોર્ડર પરથી ₹1.13 કરોડનો વિદેશી દારૂ જપ્ત

બનાસકાંઠા: પાંથાવાડા બોર્ડર પરથી ₹1.13 કરોડનો વિદેશી દારૂ જપ્ત

બાજરી અને ચોખાની બોરીઓની આડમાં પંજાબમાં બનેલી 16092 બોટલો સંતાડી હતી

બનાવટી નંબર પ્લેટ અને બિલો પણ બોગસ, એલસીબી દ્વારા રાજસ્થાનના આરોપીની ધરપકડ

બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (એલસીબી) પાંથાવાડા નજીકથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડાતો રૂ.1.13 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે એક ટ્રેલર ટ્રકમાંથી બાજરી અને ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલી પંજાબ નિર્મિત વિદેશી દારૂ અને બિયરની કુલ 16,092 બોટલો કબજે કરી છે. આ મામલે રાજસ્થાનના એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંથાવાડાથી ડીસા જતા હાઇવે પર કુચાવાડા નજીક નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતા આ ગુનામાં દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય સાગરીતો સામે પણ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને ભારતીય ન્યાય સંહિતા એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસની વિવિધ ટીમોનું ઓપરેશન

રાજ્ય સરકારની દારૂબંધી અંગેની ઝીરો ટોલરન્સ નીતિના અમલ માટે બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે જિલ્લામાં રાજસ્થાન સરહદેથી થતી દારૂની ગેરકાયદે હેરાફેરી રોકવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવા ખાસ ટીમો બનાવવામાં આવી હતી.આ અંતર્ગત એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીની ટીમોએ વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર