રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા22 મે, 2025| Super Admin

મહેસાણાની પુષ્પાવતી નદી પર 13 ચેકડેમ બનશે: રાજ્ય સરકારે 76 કરોડના પ્રોજેક્ટની મંજૂરી

મહેસાણાની પુષ્પાવતી નદી પર 13 ચેકડેમ બનશે: રાજ્ય સરકારે 76 કરોડના પ્રોજેક્ટની મંજૂરી

મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદી પર રૂપિયા 76 કરોડના ખર્ચે 13 ચેકડેમ બનાવવાની યોજનાને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.મંત્રીએ સૌ પ્રથમ ડેડીયાસણ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વીરતા ખાતે નવાપુરા-કંથરાવીની પાઇપલાઇન કામગીરી અને ખરસડા ખાતે સિંચાઈ વિભાગના ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.સુજલામ સુફલામ વર્તુળ 2 મહેસાણા હેઠળની વિભાગીય કચેરી નહેર વિભાગ નંબર 3 વિસનગર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. પુષ્પાવતી નદી પર વિવિધ સ્થળોએ ચેકડેમ બનાવવામાં આવશે. જેમાં મોટી હિરવાણી ખાતે 40 મીટર લંબાઈનો 296 લાખના ખર્ચે, મછાવા ખાતે 60 મીટર લંબાઈનો 444 લાખના ખર્ચે, અને ઉપેરા ખાતે 70 મીટર લંબાઈનો 518 લાખના ખર્ચે ચેકડેમ સામેલ છે.આ ઉપરાંત ઐઠોર ખાતે 100 મીટર લંબાઈનો 740 લાખના ખર્ચે, ખરસદા અને દવાડા ખાતે 80-80 મીટર લંબાઈના 592-592 લાખના ખર્ચે, ધીણોજ ખાતે 70 મીટર લંબાઈનો 518 લાખના ખર્ચે ચેકડેમ બનશે. મહેરવાડા ખાતે 80 મીટર લંબાઈનો 592 લાખના ખર્ચે, ગાંભુ ખાતે 100 મીટર લંબાઈનો 740 લાખના ખર્ચે, અને ટાકોડી ખાતે 70 મીટર લંબાઈનો 518 લાખના ખર્ચે ચેકડેમ નિર્માણ થશે.

સંબંધિત સમાચાર