Video/ પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન હિંસા ભડકી તો EVM મશીનને જ તળાવમાં ફેકી દીધું

ગુજરાત
ગુજરાત

પશ્ચિમ બંગાળ/ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન, પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં સ્થાનિક ટોળા દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)ને તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હતા. મુખ્ય ચૂંટણી કાર્યાલય, પશ્ચિમ બંગાળ અનુસાર, સેક્ટર ઓફિસર દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

CEO પશ્ચિમ બંગાળે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “આજે સવારે 6.40 વાગ્યે, બેનિમાધવપુર FP સ્કૂલ પાસે, 19-જયનગર (SC) PC ના 129-કુલતાલી AC, રિઝર્વ EVM અને સેક્ટર ઓફિસરના કાગળો સ્થાનિક ટોળાએ લૂંટી લીધા છે. 1 CU, 1 BU, 2 VVPAT મશીનો તળાવમાં ફેંકી દીધા છે.

સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે સેક્ટર ઓફિસરને નવા ઈવીએમ અને દસ્તાવેજો આપવામાં આવ્યા છે. આ સેક્ટર હેઠળના તમામ છ બૂથ પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.

દરમિયાન, કોલકાતા દક્ષિણ મતવિસ્તારના સીપીઆઈ (એમ) ઉમેદવાર સાયરા શાહ હલીમએ કોલકાતાના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. તેનો મુકાબલો ભાજપના સાંસદ અને ઉમેદવાર દેબશ્રી ચૌધરી અને ટીએમસીની માલા રોય સામે છે.

Watch Video – https://twitter.com/i/status/1796774156870250952


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.