પાકિસ્તાનમાં પેટ્રોલ 293.94 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં 16 દિવસ બાદ ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મંગળવારે પેટ્રોલની કિંમત 4.53 રૂપિયા વધીને પાકિસ્તાની રૂપિયા 293.94 (ભારતીય ચલણમાં 87.91 રૂપિયા) થઈ ગઈ છે. જ્યારે હાઈ-સ્પીડ ડીઝલ 8.14 રૂપિયા વધીને પાકિસ્તાની રૂપિયા 290.38 થઈ ગયું છે. આ ઉપરાંત કેરોસીનના ભાવમાં પણ રૂ.6.69નો વધારો થયો છે. તેનો ભાવ હવે 193.8 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. પાકિસ્તાની મીડિયા ‘જિયો ટીવી’ અનુસાર, સરકારે કહ્યું છે કે દેશમાં પેટ્રોલની કિંમતો વધવાનું કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં વધારો છે. વાસ્તવમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

પાકિસ્તાનમાં દર 15 દિવસે ઈંધણના દરોની સમીક્ષા; પાકિસ્તાન સરકાર દર 15 દિવસે ઈંધણના ભાવની સમીક્ષા કરે છે. આ સમયગાળા દરમિયાન, તેઓ વૈશ્વિક તેલના ભાવમાં થતી વધઘટ અને સ્થાનિક ચલણના વિનિમય દરના આધારે વધારો અથવા ઘટાડો કરે છે. આ પહેલા 1 એપ્રિલે પેટ્રોલની કિંમતમાં 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે તેનું કારણ કરચોરી હોવાનું જણાવાયું હતું.

આ પછી એપ્રિલ મહિનામાં પેટ્રોલની કિંમતમાં કુલ 13 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા 16 માર્ચે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 279.75 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 285.56 રૂપિયા હતી.

સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર 60 રૂપિયા ટેક્સ વસૂલે છે: પાકિસ્તાની મીડિયા ‘ધ ડોન’ અનુસાર, સરકાર પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર 60 રૂપિયા ટેક્સ વસૂલે છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથેની ડીલ હેઠળ સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 869 અબજ રૂપિયાનો ટેક્સ વસૂલવાનું લક્ષ્ય રાખ્યું છે. પ્રથમ અર્ધવાર્ષિક (જુલાઈ-ડિસેમ્બર)માં લગભગ રૂ. 475 અબજ જમા થયા છે અને નાણાકીય વર્ષના અંત સુધીમાં આશરે રૂ. 970 અબજ જમા થવાની ધારણા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.