ભૂટાન પ્રવાસની સુંદર તસવીરો, રાજાએ પીએમ મોદીને આપ્યું ખાસ ડિનર, પરિવાર સાથે રહ્યા હાજર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાત લીધી હતી. તેમણે 22 અને 23 માર્ચે ભૂટાનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે લિંગકાના પેલેસમાં પીએમ મોદીની યજમાની કરી હતી. તેમણે પીએમ મોદી માટે ખાનગી ડિનરનું આયોજન કર્યું હતું.

રાત્રિભોજન માટે રાજાનો આખો પરિવાર તેમના બાળકો સહિત હાજર હતો. બાળકો પીએમ મોદી સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. PM મોદીએ શનિવારે ભૂટાનની અર્થપૂર્ણ બે દિવસીય રાજ્ય મુલાકાત પૂર્ણ કરી. આ દરમિયાન, તેમણે થિમ્પુને વિકાસ કાર્યોમાં ભારતના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી અને આગામી પાંચ વર્ષમાં રૂ. 10,000 કરોડની સહાય આપવાનું વચન આપ્યું.

પીએમ મોદીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હું દિલ્હી જવા રવાના થતાં મને વિદાય આપવા માટે એરપોર્ટ પર મહામહિમ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મળીને હું સન્માનિત છું.”

તેમણે કહ્યું, “ભૂતાનની આ ખૂબ જ ખાસ મુલાકાત હતી. મને ભૂટાનના રાજા, વડા પ્રધાન શેરિંગ તોબગે અને ભૂટાનના અન્ય મહાનુભાવોને મળવાની તક મળી. અમારી વાતચીત ભારત-ભૂતાન મિત્રતાને વધુ મજબૂત કરશે. મને ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’થી સન્માનિત કરવા બદલ હું આભારી છું. હું ભૂટાનના અદ્ભુત લોકોનો તેમની હૂંફ અને આતિથ્ય માટે આભારી છું. ભારત હંમેશા ભૂટાન માટે વિશ્વાસુ મિત્ર અને ભાગીદાર રહેશે.

તે જ સમયે, ભૂટાનના વડા પ્રધાને ‘X’ પર પોસ્ટ કર્યું, “મારા ભાઈ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનો અમારી મુલાકાત લેવા માટે ખૂબ ખૂબ આભાર. ન તો તેમનું વ્યસ્ત સમયપત્રક, ન તો ખરાબ હવામાન તેમને આપણા દેશની મુલાકાત લેવાનું વચન પૂરું કરતા રોકી શક્યું. આ ચોક્કસપણે મોદીની ગેરંટી લાગે છે!આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીને શુક્રવારે ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તેઓ અન્ય કોઈપણ દેશના પ્રથમ સરકારના વડા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.