સિંગાપોરમાં તબાહી મચાવી દેનાર કોરોનાનો નવો વેરીએન્ટ પહોચ્યો ભારત, સરકારે આપી સૂચના

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સિંગાપોરમાં કોરોનાની નવી લહેરથી દુનિયાભરના દેશો ચિંતિત છે. હવે એ વાત સામે આવી છે કે સિંગાપોરમાં હાહાકાર મચાવનાર કોરોનાનો નવો વેરીએન્ટ હવે ભારતમાં પણ જોવા મળ્યા છે. ભારતમાં કોરોનાનાં કેસ પર નજર રાખનાર ભારતીય SARS CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) ના ડેટા દ્વારા આ વાતનો ખુલાસો થયો છે. માહિતી અનુસાર, ભારતમાં કોરોના વેરિઅન્ટ KP1ના 34 અને KP2ના 290 કેસ સામે આવ્યા છે.

આ રાજ્યોમાં મળ્યા દર્દી : ડેટા અનુસાર, દેશના સાત રાજ્યોમાં KP1 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 23 કેસ પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યા છે. જ્યારે ગોવામાં (1), ગુજરાત (2), હરિયાણા (1), મહારાષ્ટ્ર (4), રાજસ્થાન (2), ઉત્તરાખંડ (1)માં જોવા મળ્યા છે. દેશમાં KP2 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 290 છે, જેમાંથી સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં (148) મળી આવ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં (1), ગોવા (12), ગુજરાત (23), હરિયાણા (3), કર્ણાટક (4), મધ્યપ્રદેશ (1), ઓડિશા (17), રાજસ્થાન (21), ઉત્તર પ્રદેશ (8), 16 ઉત્તરાખંડમાં 36 અને પશ્ચિમ બંગાળમાં 36 દર્દીઓ મળી આવ્યા છે.

દર્દીઓમાં જોવા નથી મળી રહ્યા ગંભીર લક્ષણ : સ્વાસ્થ્ય મંત્રાલયથી સંકળાયેલા સુત્રો અનુસાર, કેપી૧ અને કેપી૨ પણ કોરોનાનાં જેએન ૧ વેરીએન્ટનાં ઉપ-વેરીએન્ટ છે. જો કે, આ વેરીએન્ટથી સંક્રમિત દર્દીઓમાં અત્યાર સુધીમાં ગંભીર લક્ષણ નથી જોવા મળ્યા અને હોસ્પિટલમાં ભરતી થનારી સંખ્યા પણ ઓછી છે. તમને જણાવી દઈએ કે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું કે આ વેરીએન્ટમાં મ્યુટેશનની પ્રક્રિયા થતી રહેશે અને આ કોરોના વાયરસની પ્રકૃતિ પણ છે.

નોંધનીય છે કે KP1 અને KP2 વેરિઅન્ટ્સ સિંગાપોરમાં કોરોનાની નવી લહેરનું કારણ બની ગયા છે. સિંગાપોરમાં 5 મે થી 11 મે સુધીમાં 25,900 થી વધુ કેસ નોંધાયા છે. આમાંથી બે તૃતીયાંશ કેસો KP1 અને KP2 વેરિઅન્ટ સાથે સંકળાયેલા છે. વૈજ્ઞાનિકોએ તે જૂથને નામ આપ્યું છે કે જેમાં KP1 અને KP2 વેરિયન્ટ્સ FLiRT છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.