વડોદરાના વાસણા-ભાયલી રોડ પર બનશે ૩૧ માળના બે ટાવર
વડોદરા, અમદાવાદ બાદ વડોદરામાં પણ હાઈરાઈઝ બિલ્ડિંગ બનવા લાગી છે. શહેરને ખૂબ જલ્દી ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડિંગમાંથી એક મળવાની છે. વડોદરાના એક સ્થાનિક ગ્રુપને ૩૧ માળના રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ બનાવવાની પરમિશન મળી ગઈ છે અને આ અહીંની પહેલી આટલી ઊંચી બિલ્ડિંગ હશે. હાલમાં છાણી વિસ્તારમાં ૨૨ માળના બે અપાર્ટમેન્ટ સૌથી ઊંચા છે. ‘અમદાવાદ બાદ વડોદરા ઊંચી બિલ્ડિંગ ધરાવતું રાજ્યનું બીજું શહેર હશે. અમે બાજુબાજુમાં ૩૧ માળની બે બિલ્ડિંગ બનાવવાના છીએ. અમને રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા (વીએમસી) પાસેથી જરૂરી પરમિશન પણ મળી ગઈ છે,
તેમ વાસણા-ભાયલી રોડ પર એપાર્ટમેન્ટ બનાવવા જઈ રહેલા રોસેટે ગ્રુપના સીઈઓ નિશિત પટેલે જણાવ્યું હતું. આલિશાન બિલ્ડિંગમાં બે માળ સુધી દુકાનો હશે અને બાકીના ઉપરના માળમાં ત્રણ-બેડરૂમ અને ચાર-બેડરૂમના ફ્લેટ હશે. ‘બંને ટાવરને ૨૦મા માળે એક બ્રિજથી જોડનામાં આવશે. આ બ્રિજમાં જિમ્નેશિયમ અને ક્લબહાઉસ હશે. તે રાજ્યમાં તેના પ્રકારની પહેલી આર્કિટેક્ચરલ અજાયબી હશે. પહેલો ટાવર આગામી એક વર્ષમાં બની જશે જ્યારે બીજા ટાવરને વધુ બે વર્ષ લાગશે.
૧૧૫ મીટર ઊંચા ટાવરમાં ૪૧ દુકાનો સિવાય ૧૫૦ ફ્લેટ હશે. ‘ટાવરને મોથોલિથિક બાંધકામ સ્ટાઈલથી બનાવવામાં આવશે, જેમાં દિવાલ અને સ્લેબ સહિતનું માળખું કોંક્રિટમાંથી બનાવવામાં આવશે’, તેમ તેમણે સમજાવ્યું હતું. આ સાથે જણાવ્યું હતું કે, તે માળખાને મજબૂત બનાવે છે તેમજ કંસ્ટ્રક્શન પણ ઝડપથી થાય છે. ‘શહેરમાં ફ્લેટની માગ વધી ગઈ છે અને લોકો હવે વધુ મોંઘા બંગલોના બદલે એપાર્ટમેન્ટમાં રહેવાનું વધું પસંદ કરી રહ્યા છે. તેથી,
જ અમે ટાવર બનાવવાનું નક્કી કર્યું હતું જે ટ્રેન્ડ સેટ કરશે’, તેમ પટેલે જણાવ્યું હતું. આ ટાવરમાં પાર્િંકગની જગ્યા સિવાય ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્િંજગ પોઈન્ટ અને સોલર પેનલ પણ હશે. અમદાવાદના એસજી હાઈવે પર ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડિંગ બનવાની છે અને તેમા ૪૨ માળ હશે. આ પણ કોઈ કોમર્શિયલ નહીં પરંતુ રેસિડેન્શિયલ ટાવર હશે. એસજી હાઈવે પર પહેરલાથી જ ૪૧ માળની એક કોમર્શિયલ બિલ્ડિંગનું પ્લાનિંગ થયું છે. ૪૨ માળની ગગનચુંબી બિલ્ડિંગમાં ચાર બેડરૂમ અને પાંચ બેડરૂમ ધરાવતા એપાર્ટમેન્ટ હશે. આ ટાવર બનાવવા પાછળ આશરે ૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. આ બિલ્ડિંગનું બાંધકામ એઆરકે ઈન્ફ્રા કરવાનું છે.