વડોદરામાં કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો કાળમુખો અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં વધુ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડોદરા નજીક નેશનલ હાઇવે નં 48 ઉપર કાર ઉભેલા ટ્રેલરની પાછળ ઘુસી જતા 5 વ્યક્તિઓના કરુંન મોત નિપજ્યા હતા.

અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોડી રાતે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતો પટેલ પરિવાર પોતાના મેડ્રી વતન રાજપીપલા ગયો હતો જ્યાંથી પરત આવતી વખતે રાતે હાઇવેની સાઈડ ઉપર ઉભેલું ટ્રેલર નજરે પડ્યું ન હતું જેથી કાર પાછળથી ઘુસી ગઈ હતી. સદર અકસ્માતમાં પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા.

અકસ્માતના પગલે પોલીસ વિભાગ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી અપાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.