કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કોંગ્રેસે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર
કોંગ્રેસે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા 2 ધારાસભ્યો, 1 પૂર્વ ધારાસભ્ય અને 4 નવા ચહેરા મેદાને ઉતાર્યા, ગેનીબેન બનાસકાંઠાથી, વસોયા પોરબંદરથી લડશે
કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, પોરબંદરથી લલિત વસોયા અને બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ અપાઇ છે.
બનાસકાંઠા – ગેનીબેન ઠાકોર
લલિત વસોયા – પોરબંદર
બારડોલી – સિદ્ધાર્થ ચૌધરી
વલસાડ – અનંત પટેલ
અમદાવાદ – પૂર્વથી રોહન ગુપ્તા
અમદાવાદ – પશ્વિમ ભરત મકવાણા
કચ્છથી નીતિશ – લાલનને ટિકિટ અપાઇ
આ પહેલા 9 માર્ચ, 2024ના રોજ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના કોઇ ઉમેદવાર નહતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ અને શશિ થરૂરના નામ જાહેર કરાયા હતા.
2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ એકપણ બેઠક જીતી શકી નહતી. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, લલિત કગથરા જેવા દિગ્ગજ નેતાઓ પણ આ ચૂંટણીમાં હારી ગયા હતા..