ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- ગુજરાતમાં ૭૦ લાખ લોકો મારું અભિવાદન કરશે, તો PM મોદીએ કહ્યુંપ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને ભારત આવવાના છે તેને લઇ આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ બધામાં ખાસ ગુજરાતની મુલાકાત સૌથી અગત્યની રહેશે. ટ્રમ્પ પોતે પણ અમદાવાદ આવવા માટે ખાસ ઉતાવળા હોય તેવું તેમની વાતો પરથી લાગી રહ્યું છે. જી હા ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્સાહિત થઇને કહ્યું કે મારું અભિવાદન કરવા માટે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી ૫૦ લાખથી ૭૦ લાખ લોકો આવશે એવું મોદીએ મને જણાવ્યું છે. તો અમદાવાદમાં લાખો લોકો એકત્ર થશે. વ્હાઇટ હાઉસે પણ ટ્રમ્પના ભારત પ્રવાસને લઇ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેઓ ૨૪-૨૫ ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવશે.
પૂર્વ સૈનિકો માટે યોજાયેલા એક કાર્યક્રમ બાદ મીડિયાને ટ્રમ્પે કહ્યું કે ભારતમાં લાખો લોકો તેમને જોવા અને સાંભળવા માટે આવી રહ્યા છે. હું ભારત મુલાકાતની કાગડોળે રાહ જોઈ રહ્યો છું.
વડાપ્રધાન મોદી સાથે તેમની થયેલી ચર્ચાની વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, તે જેન્ટલમેન છે. મને કહેવામાં આવ્યું છે કે ત્યાં લાખો લોકો આવશે. રાષ્ટ્રપતિએ ચપટી વગાડતા કહ્યું કે, ગઇ કાલે મોડી રાત્રે તેમની સભામાં લગભગ ૪૦-૫૦ હજાર લોકોએ હાજરી આપી હતી જે કોઈ પણની સરખામણીમાં વધારે છે. પરંતુ હવે મને આનાથી સંતોષ નથી થતો, કારણ કે મને લાગે છે કે ભારતમાં ૫૦થી ૭૦ લાખ લોકો એરપોર્ટથી નવા સ્ટેડિયમની વચ્ચે હશે. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે.