
અમદાવાદ : ૪૩૧ ફૂટ ઉંચા મા ઉમિયાના મંદિરનું નિર્માણ.
અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય જગત જનની મા ઉમિયાનું મંદિર બનવા જઈ રહ્યું છે. ૨૮-૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે. શિલાન્યાસ સમારોહના પ્રસંગે આજે ૨૭ ફેબ્રુઆરી ગુરૂવારના રોજ અમદાવાદમાં ‘ઉમિયા યાત્રા પરિભ્રમણ’ અર્થાત બાઈક-કાર રેલી યોજવામાં આવી છે. આ રેલીનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે રેલીનું ઘાટલોડિયાના પાટીદાર ચોકથી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં ૫૨ ગજની મા ઉમિયાની ધજા પણ લાવવામાં આવી હતી આ રેલી અમદાવાદના વિવિધ વિસ્તારમાં ૩૭ કિમીમાં ફરશે. જેમ બાઈક-કાર રેલીમાં લગભગ ૧૫૦૦થી વધુ બાઈક, ૩૦૦થી વધુ કાર, ૧૫ ટ્રેક્ટર, ૧૬ આઈશર જોડાઇ છે. રેલી અલગ અલગ વિસ્તારમાં ફરી સાંજે ૪ કલાકે વિશ્વ ઉમિયાધામ જાસપુર પહોંચશે. આ યાત્રામાં લગભગ ૧૦ હજારથી વધુ મા ઉમિયાના ભક્તો જોડાશે.
૪૩૧ ફૂટ ઉંચા મંદિરનું ૧૦૦ વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના ૨ લાખ ભક્તો ઉમટી પડશે.
– સવારે ૮થી ૧૨ કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા
– જગત જનની માં ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે
– બપોરે ૨ કલાકે ૧૧ હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે માં ગંગાના પવિત્ર જળ ભરેલાં ૧૦૮ કળશનું સ્વાગત અને પૂજન કરાશે
– સાંજે ૪ કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે
– સવારે ૮ કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત ૯ શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન
– સાંજે ૪ કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ
– શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ (મ્છઁજી)અને શ્રી શ્રી રવિશંકર(આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન) આશીર્વચન આપશે
– શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારતભરના ૨૧ કરતાં વધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે
– શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે