સેમસંગે 5G ને પ્રમોટ કરવા Galaxy 14 5G અને 23 5G આકર્ષક ભાવે વેચવાનું શરૂ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સેમસંગના નવીનતમ 5G સ્માર્ટફોન્સ – Galaxy A14 5G અને Galaxy A23 5G – સેમસંગના એક્સક્લુઝિવ અને પાર્ટનર સ્ટોર્સ, Samsung.com અને અને ઓનલાઈન ખેલાડીઓ પાસે આકર્ષક કિંમતે વેચાણમાં મુકાયા છે. Galaxy A14 5G અને Galaxy A23 5G નવીનતમ ગેલેક્સી ઈનોવેશન્સ અને 5G કનેક્ટિવિટીનું કિફાયતી કિંમતે સંપૂર્ણ પેકેજ ઓફર કરે છે, જેને લઈ દરેક માટે ઓસમ (અદભુત) ટેકનોલોજી પહોંચક્ષન બનાવે છે.

“સેમસંગની 5G- પ્રથમ વ્યૂહરચનાના ભાગરૂપે Galaxy A14 5G અને A23 5G દેશમાં સૌથી વધુ વિતરણ કરાયેલા 5G સ્માર્ટફોન્સ હશે. અમે દેશમાં 5G ટેકનોલોજી અપનાવવાનું વધારવા માટે અમારા 4G અને 5G સ્મોર્ટફોન્સ માટે તે જ ઈએમઆઈની ખાતરી રાખવા માગીએ છીએ,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.
Galaxy A14 5G પ્રીમિયમ ડિઝાઈન સાથે આવે છે અને તેમાં અત્યંત સહજ સ્ક્રોલિંગ માટે 90Hz રિફ્રેશ રેટ સાથે વિશાળ 6.6” HD+ ડિસ્પ્લે છે. 6.6” FHD+ સ્ક્રીન સાથે Galaxy A23 5G સહજ સ્ક્રોલિંગ અને ફ્લુઈડ સ્ક્રીન ટ્રાન્ઝિશન્સ માટે કક્ષામાં અવ્વલ 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે.

Galaxy A14 5Gમાં ઉચ્ચ ગુણવત્તાના શોટ્સ માટે ડેપ્થ અને મેક્રો લેન્સીસ સાથે 50MP ટ્રિપલ- લેન્સ કેમેરા અને 13MP સેલ્ફી કેમેરા છે. Galaxy A23 5Gમાં ‘નો શેક કેમ’, OIS સાથે 50MP ક્વેડ રિયર કેમેરા આવે છે, જે બ્લર્સ વિના ઈમેજીસ અને વિડિયોઝ મઢી લે છે. અલ્ટ્રા- વાઈડ, ડેપ્થ અને મેક્રો લેન્સીસ ઉપભોક્તાઓને વૈવિધ્યપૂર્ણ અને ક્રિસ્પ ફોટોઝ અને વિડિયોઝ શૂટ કરવામાં મદદ કરે છે. બંને સ્માર્ટફોન્સ દીર્ઘ ટકાઉ 5000mAh બેટરી સાથે આવે છે.

Galaxy A14 5G ડાર્ક રેડ, લાઈટ ગ્રીન અને બ્લેક કલર્સમાં આવે છે અને Galaxy A23 5G સિલ્વર, ઓરેન્જ અને લાઈટ બ્લુ કલર્સમાં આવે છે. Galaxy A23 5G અને A14 5G ડેટાની સુરક્ષાની ખાતરી રાખવા માટે અનેક પ્રાઈવસી ફીચર્સ સાથે આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.