OPPO ઇન્ડિયા 10,000 ગ્રામિણ મહિલાઓને MeitY’s કોમન સર્વિસીઝ સેન્ટર્સ મારફતે ‘સાયબર સંગીનીઝ’ તરીકે સશક્ત બનાવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

OPPO ઇન્ડિયા અને CSC ઍકેડમીએ સાયબર સંગીની પ્રોગ્રામ મારફતે ગ્રામિણ અને અર્ધ શહેરી મહિલાઓને સશક્ત બનાવવા હાથ મિલાવ્યા છે, જેનો ઇલેક્ટ્રોનીક્સ અને આઇટી મંત્રાલયનો ટેકો છે. આ પહેલ કે જે સાયબર સિક્યુરિટી અને સાયબર સુખાકારીમાં 10,000 જેટલી મહિલાઓને તાલીમનો ઉદ્દેશ સર્ટીફાઇડ સિક્યુરિટી એમ્બેસેડર્સ બનવા માટે કૌશલ્ય અને જ્ઞાનથી સજ્જ કરવાનો છે. 45 દિવસનો આ અભ્યાસક્રમ પૂર્ણ થવા પર ભાગ લેનારાઓ NIELIT પાસેથી સર્ટીફિકેટ પ્રાપ્ત કરશે જે તેમના સ્થાનિક પ્રદેશોમાં રોજગારી અને ગુજરાનની તકો ખોલશે.

આ પહેલની શરૂઆત પર, CSC SPVના એમડી અને સીઇઓ શ્રી સંજય કુમાર રાકેશએ જણાવ્યું હતું કે, “સાયબર હુમલાના વધતા જતા ખતરા અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિના અભાવ સાથે, ખાસ કરીને જોખમ ધરાવતા જૂથો જેમ કે મહિલાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને અશિક્ષિતો માટે ગામડાઓમાં સ્થાનિક સ્તરે સહાયક પ્રણાલી સ્થાપિત કરવી મહત્વપૂર્ણ છે. ઇન્ટરનેટના જોખમો સતત વિકસી રહ્યા છે અને દૂરોગામી છે. OPPO સાથેની અમારી ભાગીદારી, સાયબર સંગીની પ્રોગ્રામ દ્વારા, વ્યક્તિઓને સાયબર-સિક્યોરિટી એમ્બેસેડર બનવા માટે સશક્ત બનાવશે જેઓ સતત પ્રશિક્ષિત અને સમર્થિત છે, જે આ પડકારોનો શક્તિશાળી ઉકેલ પૂરો પાડે છે.”

એસોસિએશન પર ટિપ્પણી કરતા, OPPO ઇન્ડિયાના પબ્લિક અફેર્સના વાઇસ પ્રેસિડન્ટ શ્રી વિવેક વસિષ્ઠએ કહ્યું કે, “જેમ કે ભારત તેની ટ્રિલિયન-ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થાની સંભાવના સુધી પહોંચવા માટે આક્રમક રીતે પ્રયાસ કરી રહ્યું છે, OPPO CSC એકેડેમી સાથેની ભાગીદારીમાં એક ઝુંબેશ શરૂ કરવા માટે ગર્વ અનુભવે છે જે તમામ ઉંમરના વપરાશકર્તાઓને માત્ર ઓનલાઈન જોખમો અને સલામતીનાં પગલાં વિશે જ નહીં પરંતુ સક્રિયપણે સાયબર સ્વચ્છતાને પ્રોત્સાહન પણ આપે છે. આ પહેલ નાગરિકોની સાયબર સલામતીને મજબૂત કરવા, ડિજિટલ અર્થવ્યવસ્થામાં ઉન્નત જાહેર ભાગીદારીને સક્ષમ કરવા માટે એક નિર્ણાયક પગલું છે. ડિજિટલ પરિવર્તન દ્વારા સમાવિષ્ટ સામાજિક અને આર્થિક વૃદ્ધિના માનનીય વડાપ્રધાનના વિઝનને સાકાર કરવાની દિશામાં પણ તે એક પગલું છે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.