મારુતિ સુઝુકી રિવોડ્‌ર્સઃ ગ્રાહકો માટે એક નવિનત્તમ કોમ્પ્રિહેન્સિવ લોયલ્ટી રિવોડ્‌ર્સઃ પ્રોગ્રામ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા આજે મારુતિ સુઝુકી રિવોડ્‌ર્સનો એક વિશિષ્ટ લોયલ્ટી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો તેનો પ્રથમ લોયલ્ટી પ્રોગ્રામ એરેના, નેક્સા અને ટ્રુ વેલ્યુ આઉટલેટ્‌સના તમામ પેસેન્જર વિહિકલ ગ્રાહકોને આવરી લેશે. મારુતિ સુઝુકી રિવોર્ડસ એ એક કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામ છે જે કંપની સાથે કાર, સર્વિસ, મારુતિ ઇન્સ્યોરન્સ, એક્સેસરિઝ, ગ્રાહક રેફરલ્સ અને અન્ય ઘણાં ‘એસોસિએશન બેનિફિટ્‌સ’ની ખરીદી ઉપર ઘણા પ્રકારના બેનિફિટ્‌સ સાથે આવે છે. ગ્રાહકો હવે મારુતિ સુઝુકી રિવોડ્‌ર્સ વેબસાઇટની મદદથી આ ડિજિટલી સપોર્ટેડ કાર્ડ-લેસ પ્રોગ્રામનો અનુભવ કરી શકે છે અને મારુતિ સુઝુકી સાથેના દરેક ઇન્ટરેક્શન અને ટ્રાન્ઝેક્શન્સ સાથે તેમના રિવોર્ડ પોઇન્ટ્‌સને વધતા જોઈ શકે છે.“મારુતિ સુઝુકી રિવોડ્‌ર્સ કસ્ટમરોને આનંદકારક સેવાઓનો ગુલદસ્તો ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ નવો લોયલ્ટી પ્રોગ્રામ આ ભાવનાને આગળ ધપાવે છે અને કેટલાક શ્રેષ્ઠ બેનિફિટ્‌સ સાથે લાવે છે. તે સભ્યોને તેમની જરૂરિયાત મુજબ બેનિફિટ્‌સનો ઉપયોગ કરવા અને વિશેષ અને વિશિષ્ટ બેનિફિટ્‌સ મેળવવા માટે લોયલ્ટી પ્રોગ્રામના સ્તરની સીડીમાં ઉંચે જવામાં ટેકો આપે છે. મારુતિ સુઝુકી રીવોર્ડ પ્રોગ્રામ ભારતભરના તમામ મારુતિ સુઝુકી ડીલરશીપ પર સ્વીકારવામાં આવશે. આ રિવોડ્‌ર્સનો ઉપયોગ વ્હિકલ સર્વિસ, એક્સેસરીઝની ખરીદી, જેન્યુન પાટ્‌ર્સ, એક્સટેન્ડેડ વોરંટી અને ઇન્સ્યોરન્સ અથવા અમારી ડ્રાઇવિંગ સ્કૂલોમાં નોંધણી માટે થઈ શકે છે. “આ પ્રોગ્રામમાં કસ્ટમરોને ચાર સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવશે – મેમ્બર, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. તેમને બેજેસ સાથે રિવોર્ડેસ કરવામાં આવશે, એક ગેમિફિકેશન ફિચર, જે ગ્રાહકોને મારુતિ સુઝુકી સાથેના ઇન્ટરેક્શનને વધુ લાભદાયક બનાવશે અને વિશિષ્ટ ઇવેન્ટ્‌સ અને ઓફર્સની એક્સેસને અનલોક કરવાની તક આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.