ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સે ઈવી ટુ-વ્હીલર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

~ ઈવી કટિબદ્ધતા પર ભાર મૂલ્યો અને ભારતનું પ્રથમ ફેમિલી સ્કૂટર ઈબ્લુ ફિયો લોન્ચ કર્યું

~ Rs 99,999/-ની આકર્ષક કિંમત (આરંભિક કિંમત)

~ કંપનીના રાયપુર એકમમાં ઉત્પાદન કરાશે

ઈલેક્ટ્રિક 2 અને 3 વ્હીલર્સની ઉત્પાદક ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સ દ્વારા આજે ભારતનું સૌપ્રથમ ફેમિલી સ્કૂટર ઈબ્લુ ફિયો લોન્ચ કર્યાની ઘોષણા કરાઈ હતી. ભારતમાં ઈવી ટુ-વ્હીલર સેગમેન્ટમાં કંપનીની આ પ્રથમ પ્રોડક્ટ છે. ઈબ્લુ ફિયો માટે પ્રી-બુકિંગ 15મી ઓગસ્ટ, 2023થી શરૂ થયા છે અને ડિલિવરી 23મી ઓગસ્ટ, 2023થી શરૂ થશે.

સ્કૂટર એક વેરિયન્ટમાં ઓફર કરાશે અને ગ્રાહકો માટે કિંમત Rs 99,999/- રખાઈ છે. કંપની હાલમાં ઈબ્લુ રોઝી (ઈવી થ્રીવ્હીલરએલ5એમ), ઈબ્લુ સ્પિન અને ઈબ્લુ થ્રિલ (બાઈસિકલ) રેન્જની સાઈકલો દેશમાં ઓફર કરી રહી છે.

લોન્ચ પર બોલતાં ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સના સીઈઓ શ્રી હૈદર ખાને જણાવ્યું હતું કે, “ઈબ્લુ ફિયો કંપનીના રાયપુર એકમમાં સંપૂર્ણ ડિઝાઈન કરવામાં આવી છે અને તેમાં સમકાલીન ડિઝાઈન છે અને ઉત્કૃષ્ટ આરામ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનું વિશેષ લક્ષ્ય પૈસા વસૂલ મૂલ્ય સાથે પરફોર્મન્સ અને સેફ્ટીના સંમિશ્રણ સાથે પરિવારલક્ષી સ્કૂટર બનવાનું છે. ઈવી ટુવ્હીલર સેગમેન્ટમાં અમારા પ્રવેશ સાથે ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સ ભારતમાં મોબિલિટીની ભાવિ પેઢી પ્રત્યે પોતાની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

 તેમણે વધુમાં ઉમેર્યું કે, અમને અમારી મોજૂદ ઈવી પ્રોડક્ટો માટે પ્રતિસાદ જોઈને બેહદ ખુશી થાય છે અને ભારતવ્યાપી મજબૂત રિટેઈલ નેટવર્ક સાથે અમે વ્યાપક ગ્રાહક વર્ગની માગણીને પહોંચી વળીશું. ઈવી ટુવ્હીલર સેગમેન્ટે ભારતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં બેસુમાર પ્રગતિ કરી છે અને અમને વિશ્વાસ છે કે ઈબ્લુ ફિયો પરિવારો અને ભાવિ પેઢીના ખરીદદારોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને પહોંચી વળશે.

 ઈબ્લુ ફિયોની રૂપરેખાઃ

 પરફોર્મન્સઃ 

  • આમાં ઉદાર પાવર માટે 110 Nm પીક ટોર્ક ઊપજાવતી 52 kW Li-ion બેટરી છે.
  • ત્રણ ડ્રાઈવિંગ મોડ્સઃ ઈકોનોમી, નોર્મલ અને પાવર રાઈડરની ડ્રાઈવિંગ સ્ટાઈલને અનુકૂળ છે અને સ્કૂટરની લાક્ષણિકતામાં ઉમેરો કરે છે.
  • ઝંઝટમુક્ત પ્રવાસ માટે એક ચાર્જ પર આરામદાયક 110 કિમી રેન્જ ઓફર કરે છે.
  • માઈલો આરામથી પાર કરવા માટે પ્રતિકલાક 60 કિમીની ટોપ સ્પીડ આપે છે.
  • બેટરી પર તાણ ઓછો કરવા અને ડ્રાઈવિંગ રેન્જ વધારવા માટે રિજનરેટિવ બ્રેકિંગની વિશિષ્ટતા ધરાવે છે.

પરિમાણોઃ 

  • 1850 મીમીની પૂરતી લંબાઈ ઈબ્લુ ફિયોને આકર્ષક હાજરી આપે છે.
  • 1140 મીમી ઊંચાઈ ઊંચા પ્રવાસીઓને સમાવવા માટે સંપૂર્ણ સુસજ્જ છે.
  • 1345 મીમી વ્હીલબેઝ તેને ઉત્કૃષ્ટ રીતે સમાવતું ફેમિલી સ્કૂટર બનાવે છે.
  • 170 મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ બમ્પરો અને અસમતલ સપાટીઓમાં પ્રવાસ અનુકૂળ બનાવે છે 

એક્સટીરિયરઃ 

  • પાંચ આકર્ષક રંગઃ સાયન બ્લુ, વાઈન રેડ, જેટ બ્લેક, ટેલી ગ્રે, ટ્રાફિક વ્હાઈટ
  • આરામદાયક સવારીની ગુણવત્તા માટે ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન અને ડ્યુઅલ ટ્યુબ ટ્વિન શોકર
  • બહેતર પ્રવાસી સુરક્ષા માટે આગળ અને પછળ સીબીએસ ડિસ્ક બ્રેક
  • ખાતરીદાયક નાઈટ ડ્રાઈવિંગ માટે હાયરિઝોલ્યુશન AHO LED હેડલેમ્પ્સ અને LED ટેઈલ લેમ્પ્સ
  • સાઈડ સ્ટેન્ડમાં સેન્સર ઈન્ડિકેટર છે
  • આગળ અને પાછળ 12 ઈંચ ઈન્ટરચેન્જિયેબલ ટ્યુબલેસ ટાયરો.

ફીચર્સ અને કમ્ફર્ટઃ 

  • આરામદાયક પ્રવાસ માટે એર્ગોનોમિકલી ડિઝાઈન કરાયેલી સીટ
  • નેવિગેશન માટે બ્લુટૂથ કનેક્ટિવિટી
  • ગેસ સિલિંડરનું વહન કરવા માટે પૂરતી પહોળી ફ્લોરબોર્ડ મોકળાશ
  • સુવિધાજનક બોક્સ સાથે સંગ્રહની આસાની
  • મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ સાથે ગમે ત્યાં તમારો ફોન ચાર્જ કરો
  • સર્વિસ એલર્ટ, સાઈડ સ્ટેન્ડ સેન્સર, બ્લુટૂથ કનેક્ટિવિટી, નેવિગેશન આસિસ્ટન્ટ, ઈન્કમિંગ મેસેજ એલર્ટ, કોલ એલર્ટ, મોડ્સ ડિસ્પ્લે, રિવર્સ ઈન્ડિકેટર, બેટરી એસઓસી ઈન્ડિકેટર, થ્રોટલ ફોલ્ટ સેન્સર, મોટર ફોલ્ટ સેન્સર, બેટરી એલર્ટ અને હેલ્મેટ ઈન્ડિકેટર સહિત વાહનની માહિતી સાથે4 ઈંચ ડિજિટલ ફુલ કલર ડિસ્પ્લે.

 ચાર્જિંગઃ 

  • હોમ ચાર્જર 60 V ક્ષમતાનું ઓફર કરાય છે.
  • ચાર્જિંગ સમયઃ 5 કલાક 25 મિનિટ

વોરન્ટી અને ફાઈનાન્સિંગઃ

  • કંપની 3 વર્ષ અને 30,000 કિમી વોરન્ટી આપે છે.
  • અગ્રણી સંસ્થાઓ સાથે ફાઈનાન્સિંગ જોડાણ સાથે ગ્રાહક સુવિધા, જેમાં આઈડીબીઆઈ બેન્ક, સિડબી, બજાજ ફિન્સર્વ, કોટક મહિંદ્રા બેન્ક, પેટેઈલ, એઝફાઈનાન્ઝ, છત્તીસગઢ ગ્રામીણ બેન્ક, રેવફિન, અમુ લીઝિંગ પ્રા. લિ. અને પૈસાલોનો સમાવેશ થાય છે.

કંપની સપ્ટેમ્બર 2023માં તેની ઈ-લોડર ઈબ્લુ રેઈનો લોન્ચ કરશે. કંપનીએ દેશભરમાં 50 ડીલરશિપ સાથે નેટવર્કના વિસ્તરણમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને આ નાણાકીય વર્ષના અંત સુધી 100 ડીલરો ધરાવવાનું લક્ષ્ય છે.

ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સ વિશેઃ

જુલાઈ 2019માં ગોદાવરી ઈ-મોબિલિટી તરીકે લોન્ચ કરાયેલી ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સ (ઈવી પ્રોડક્ટની ઉત્પાદક અથવા ઈબ્લુ રેન્જ)નું લક્ષ્ય લાખ્ખો લોકોને સ્વરોજગાર પૂરા પાડવાનું અને તેના અત્યાધુનિક ઈ-મોબિલિટી સમાધાન સાથે દેશમાં કાર્બન ફૂટપ્રિંટ ઓછી કરવાનું છે. તે સિદ્ધાર્થ અગરવાલ અને મહેન્દ્ર અગરવાલનું બ્રેઈનચાઈલ્ડ છે અને ઈવી પ્રોડક્ટોની સંપૂર્ણ રેન્જ ઓફર કરીને બિન-પ્રદૂષિત, સક્ષમ પ્રવાસ પૂરા પાડવાના ધ્યેય સાથે સ્થાપના કરાઈ છે. ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સને અજોડ બનાવતી બાબત એ છે કે ભારતમાં ઈવી અવકાસમાં લીઝિંગ મોડેલ લોન્ચ કરનારી તે પ્રથમ કંપનીમાંથી એક છે. તમે અહીં વિઝિટ કરો શકો છોઃ https://www.geml.in/

મિડિયા પૂછપરછ માટેઃ

 

ગીતિકા ચઢ્ઢા | 97111 25879 | geetika@value360india.com

 

મેઘાંત પરમાર | 99621 95392 | meghant@value360india.com

 

શુભમ કૌશિક | 82855 77875 | shubham.kaushik@value360india.com


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.