ભાજપના ઉમેદવાર પિયૂષ પટેલ પર હુમલો, કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. જો કે, મતદાન શરૂ થાય આ પહેલાં જ રાજ્યમાં હંગામો મચી ગયો હતો. નવસારી જિલ્લાની વાંસદા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પિયૂષ પટેલ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. હુમલામાં પિયૂષને માથામાં ઈજા થઈ હતી.

પિયૂષ પટેલ પર હુમલા અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થકો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસે મતદાન પહેલા સંપૂર્ણ પ્લાનિંગ સાથે આ હુમલો કર્યો છે. આ હુમલામાં પિયૂષની સાથે રહેલા 4થી 5 ભાજપના કાર્યકરો પણ ઘાયલ થયા હતા. આ સાથે કાફલામાં દોડી રહેલા 3થી 4 વાહનોને પણ નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે, હુમલા બાદ ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વાંસદા તાલુકાના જરી ગામમાં અજાણ્યા લોકોએ એક વાહન પર હુમલો કર્યો હતો જેમાં પિયુષ અને ભાજપના કેટલાક કાર્યકરો મુસાફરી કરી રહ્યા હતા. હાલ મામલો વાંસદા પોલીસ મથકે પહોંચ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.