વાવના ચુવા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ઢીમા : પાલનપુર એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર એચ.પી. પરમારના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના
અ.હેડ.કોન્સ મિલનદાસ, અ.પો.કો અમરસિહ, ઓખાભાઈની ટીમે વાવ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે ચુવા ગામે રહેતા વાલાભાઈ ઠાકરશીભાઈ રબારીના કબજા ભોગવટાનાં ખેતરવાળા રહેણાંક ઘરેથી વિદેશી દારૂની બોટલ નંગ – ૨૬૨ કિંમત રૂપિયા ૨૮૦૨૦ નાં મુદામાલ ઝડપી લીધો હતો. જાકે, રેઇડ દરમ્યાન આરોપી ઘરે હાજર ના મળી આવી તેઓની વિરુદ્ધ વાવ પો.સ્ટે. પ્રોહિબિશન એકટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.