પાલનપુરની સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળકો દ્વારા ફૂલો અને ઈકો-ફ્રેન્ડલી કલર દ્વારા ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં આજરોજ બાળકો દ્વારા ફૂલો અને ઇકોફ્રેન્ડલી કલર દ્વારા પર્યાવરણને અનુકૂળ રહે તે હેતુથી હોળી ઉજવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શાળાનું સ્ટાફ હાજર રહ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળકો દ્વારા ફૂલો અને ઇકો-ફ્રેન્ડલી કલર દ્વારા પર્યાવરણને અનુકૂળ રહીને હર્ષભેર તિલક હોળી ઉજવવામાં આવી હતી. દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે આવતો લોકપ્રિય હિન્દુ તહેવાર એટલે હોળી. હોળી માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશમાં પણ ઉત્સાહભેર મનાવવામાં આવે છે બાળકો દ્વારા રાધાકૃષ્ણની મૂર્તિની પૂજા કરી તેમજ નાનાં નાનાં ભૂલકાંઓ રાધાકૃષ્ણ બનીને આવ્યા અને હોળીના રંગમાં રંગાઈને આસપાસના સમગ્ર વાતાવરણને વૃંદાવનમય બનાવ્યું હતું. ઉપરાંત ધાણી ખજૂરનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્યા હેતલબેન રાવલ અને સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.