પૃથ્વીના પતનના ભણકારા

વિચાર વૈભવ
વિચાર વૈભવ

કટાક્ષમાં પર્યાવરણવાદીઓ કહેવા લાગ્યા છે કે પૃથ્વી પરનું સો વર્ષ પછીનું જીવન કેવું હશે એ વિશે વિચાર કરવાની જરૂર નથી કારણ કે સો વર્ષ પહેલાના જીવન જેવું જ હશે. જે રીતે આપણે ઝડપથી પ્રાકૃતિક સંપદાનો સ્વાર્થ માટે સરેઆમ ખાત્મો બોલાવતા જઈએ છીએ અને જે રીતે પ્રકૃતિના નવજીવનની ઉપેક્ષા કરતા રહીએ છીએ તે જાતા આ Âસ્થતિ લગભગ નિશ્ચિત છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધકો વિવિધ ફિલ્મો અને પુસ્તકો દ્ધારા સો વર્ષ પછીના જીવનમાં મનુષ્યને બ્રહ્માંડમાં લટાર મારતો ભલે બતાવતા હોય પરંતુ પૃથ્વી પર પાંચ પચીસ ડગલા ચાલવાનું એને માટે મુશ્કેલ ન બની જાય એની ચિંતા પર્યાવરણવાદી કરે છે.પર્યાવરણના વિચારકો એ આપણા આધુનિક સમાજના એક વાતને હજુ કોઈ કાને ધરતું નથી પરંતુ આવતી કાલે તેઓ કહેશે તેમજ કરવું પડે તે સ્થિતિના ચોતરફથી ભણકારા વાગી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.