કારભાર કરનારો જાણે છે કે…

વિચાર વૈભવ
વિચાર વૈભવ

 
              કે,હું એક કારભારું ડોળું છું માટે કશી વાત મારાથી અગમ્ય હોય જ કેમ ? વિદ્યાવિલાસીઓ જાણે છે કે, અમે અતિશ્રમે જે જ્ઞાન મેળવ્યું છે તેને ખોટું કહે જ કોણ ? પંથ-પ્રવર્તકો જાણે છે કે, અમે ઠાવકું મોઢું રાખી ''અહંબ્રર્હ્મર્ કહીએ છીએ તેનો ઇન્કાર કરનાર કોણ ?
 
પણ એક વ્યવહારવાળો તમામ વ્યવહારના સત્ય સમજી જ શકવો જાઇએ. એવો નિયમ નથી. કુંભાર ઘણો ચતુર હોય તો ઘડા પારખી જાણે, માટે તરવારની ધાર વિશે પણ તેનો અભિપ્રાય ખરો જ હોવો જાઇએ એમ નથી. પોતપોતાના ધંધાનું સંપૂર્ણ સત્યરૂપ જ્ઞાન હોવું એ જ મુશ્કેલ છે. એટલું જ ખરેખર હાથ થઇ શકતું નથી, તો તે ઉપરાંત વળી પારકાની વાત ડોળવા જવી એ કેવું અશક્ય છે !
ત્યારે કોઇ એમ પૂછશે કે તો શું કોઇએ કોઇનું વચન માનવું જ નહીં ? કોઇ ગુરુ કરવો જ નહી ? પણ માણસનો ખરો ગુરુ એનું મન અને એની આંખ જ છે. સત્યને ગુરુ નથી, ને ચેલાયે નથી. ખરા ગુરુ તો તે જ કે જે સત્ય માટે પ્રાણ આપે, છતાં સત્ય ગમે ત્યાંથી પણ ગ્રહણ કરવા તત્પર રહે. જેણે એમ જ ઠરાવ્યું કે સત્ય તે આટલું જ ને બીજું બધું અસત્ય, જેના જ્ઞાનની તિજારી ભરાઇ ચૂકી છે. તેવા તો સંસારને દુખમય કરનારા નીવડે છે. પોતાને જે નિશ્વય થાય તે સર્વદા સમજાવવો, એ પરમધર્મ છે. પણ તેમ કરતાં એ નિશ્વય ઉપર કોઇ પણ તરફથી વિશેષ અજવાળું પડે તેવો સંભવ અટકાવવા માટે તેને પેટીમાં પૂરી રાખી તે જ બધા પાસે ખરો મનાવવો, એ તો પશુબુદ્વી જ છે. સત્યને માટે જે માણસ પ્રાણ આપવા પણ તૈયાર હોય, તેને ઘટે છે કે તેણે એ સત્ય સમજવામાં અન્યે બતાવેલી પોતાની ખામી પણ સહન કરવી ; એ જ ખરું પ્રાણાર્પણ છે, ખરી સત્યભÂક્ત છે. 
– મણિલાલ ન. દ્વિવેદી 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.