આજે આઈપીએલ 2024 નો કેકેઆર અને એસઆરએચ વચ્ચે ફાઇનલ મુકાબલો

Sports
Sports

ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2024 ની બીજી ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરી શકી નહોતી. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રીજી વખત આઈપીએલ ફાઈનલમાં જગ્યા બનાવી છે અને હવે આ ટીમની ફાઇનલ મેચ (આજે) 26 મેના રોજ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે.

શ્રેયસ ઐયરની કેપ્ટનશીપવાળી કોલકાતા નાઈટ રાઈડર્સ અને પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલની ફાઈનલમાં સામસામે છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે (26 મે)ના રોજ રમાનારી આ શાનદાર મેચ માટે બંને ટીમો કમર કસી રહી છે. કોલકાતાની ટીમે પ્રથમ ક્વોલિફાયર જીતીને ટાઈટલ મેચમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે હૈદરાબાદે બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાનને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. આ મેચમાં પિચની ભૂમિકા મહત્વની રહેવાની છે. ચાલો જાણીએ કે પીચ બેટ્સમેનને મદદ કરશે કે બોલરોને તે જોવું મહત્વનું રહેશે.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ પરંપરાગત રીતે બોલરોને, ખાસ કરીને સ્પિનરોની તરફેણમાં રહે છે. આ સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર બેટ્સમેનો માટે મુશ્કેલ બની રહી છે. જો બેટ્સમેનને અહીં મોટી ઇનિંગ્સ રમવી હોય તો તેમણે પહેલા સ્પેશિયલ પ્લાન બનાવવો પડશે. મતલબ કે વધુમાં વધુ સમય ક્રિઝ પર પસાર કરવો પડશે. એકવાર સેટ થઈ ગયા પછી, બેટ્સમેન વિસ્તૃત ઇનિંગ્સ રમી શકે છે. આ પીચ પર હંમેશા બોલરોનો દબદબો રહ્યો છે. અહીં, ટોસ જીત્યા પછી, કેપ્ટન પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવા માંગે છે. આ સિઝનમાં અહીં 8 મેચ રમાઈ છે જેમાં બીજી બેટિંગ કરતી ટીમ 5 મેચમાં વિજયી રહી છે. કોલકાતા વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં પણ પિચની ભૂમિકા મહત્વની રહેશે.

ચેન્નાઈમાં આઈપીએલની 84 મેચ રમાઈ છેઃ ચેપોકમાં અત્યાર સુધીમાં 84 આઈપીએલ મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમ અહીં ફાયદામાં રહી છે. તેણે 49 મેચ જીતી છે જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમોએ 35 મેચ જીતી છે. ચેન્નાઈનો પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 164 રનનો રહ્યો છે. ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં રાજસ્થાનની ટીમ 176 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકી નહોતી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 175 રન બનાવ્યા હતા. રાજસ્થાનના બેટ્સમેનો માટે બીજા દાવમાં રન બનાવવા મુશ્કેલ હતા. હૈદરાબાદના બે સ્પિનરોએ રાજસ્થાનનું કામ પૂરું કર્યું હતું. બીજી ઇનિંગ્સમાં આ વિકેટ ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં સ્પિનરોની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.