હિંમતનગર-ભોલેશ્વર ઓવરબ્રિજ પર 6 ગાળામાં 30 ગડર લોન્ચની કામગીરી ચાર દિવસમાં પૂરી થઇ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા ઓવરબ્રિજની કામગીરી શરુ થઇ હતી. ત્યારે ચાર દિવસ 30 ગડર લોન્ચ કરવાની કામગીરી પૂર્ણ થઇ છે. હવે સ્લેબ અને ક્રોસ ગડરની કામગીરી શરુ કરાઈ છે. માર્ચ-2024માં ઓવરબ્રિજ શહેરીજનો માટે તૈયાર થઇ જશે.હિંમતનગરથી ભોલેશ્વરને જોડતો ઓવરબ્રિજ મંજૂર થયા બાદ કામગીરી શરુ કરવામાં આવી હતી. હાથમતી નદીમાં સતત અને ઝડપી કામગીરીને લઈને 5 પિયર અને કેપ ઉપરાંત બંને તરફના એબડમેન્ટ બનાવી તૈયાર કરી દેવામાં આવ્યો હતો. 4 ડિસેમ્બરે ગડર લોન્ચ કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી અને 7 ડિસેમ્બરે એટલે કે સાત દિવસની કામગીરી ચાર દિવસમાં પૂરી થઇ હતી.


પ્રથમ દિવસે પાંચ ગડર બાદ કામગીરીમાં ગતિ આવી હતી અને 6 ગાળામાં 90 ટનનો એક એવા 30 ગડર ચાર દિવસમાં ચાર ક્રેન વડે ગડર લોન્ચની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હિંમતનગરથી ભોલેશ્વરને જોડતો ઓવરબ્રિજ 18 મહિનામાં 180 મીટર લાંબો પાંચ પિયર પર 14.53 કરોડના ફૂટપાથ સાથેનો પહોળો સ્ટ્રીટ લાઈટ સાથેનો બનશે. ત્યારે ગુરુવારે સાંજે ગડર લોન્ચની કામગીરી બાદ હવે ક્રોસ ગડર અને સ્લેબની કામગીરી શરુ કરવામાં આવી છે. સાથે બંને તરફ માટી પુરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.આ અંગે હિંમતનગરના માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર તુષાર પટેલે જણાવ્યું હતું કે, ગત ફેબ્રુઆરીમાં કામગીરી શરુ થઇ હતી. ડીસેમ્બરમાં ગડર લોન્ચની કામગીરી ચાર દિવસમાં પૂર્ણ થઇ છે. હવે ક્રોસ ગડર અને સ્લેબ ભરવાની કામગીરી શરુ કરાઈ છે. ત્યારે માર્ચ-2024માં ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઇ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.