લો બોલો સરકારી એમ્બ્યુલન્સની અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં નવી સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગ કરેલ સરકારી એમ્બ્યુલન્સની અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગત રાત્રીના ફરિયાદ નોંધાઇ છે.

હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગની સામે રવિવારે સવારે દર્દીઓ માટેની સરકારી એમ્બ્યુલન્સ પાર્ક કરી હતી. દરમિયાન 8થી 8:15 એટલે 15 મીનીટના સમયમાં કોઈ અજાણ્યા ઇસમે એમ્બ્યુલન્સ ચોરી કરી લઇ ગયો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ ચાલક શરદ શિવરામભાઈ બોડાતે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ GJ-18-GB-1241ની 2019ના મોડલની રૂ. 10 લાખની સરકારી એમ્બ્યુલન્સની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.