સરકારી કર્મચારીઓ તેમજ શિક્ષકોએ કાળા કપડા પહેરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન

સાબરકાંઠા
સાબરકાંઠા

સમગ્ર રાજ્યના કર્મચારીઓ જૂની પેન્શન તેમજ પડતર માંગણીઓ અંગે વિરોધ કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સરકારી કર્મચારીઓ તેમજ શિક્ષકોએ કાળા કપડા પહેરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કર્યા હતા. ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ કર્યો હતો.

ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ દ્વારા: સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુન: શરૂ કરવા ફિક્સ પગાર યોજના (જ્ઞાન સહાયક, કરાર આધારિત) મુળ અસરથી દૂર કરવા, તા.1 એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, કેન્દ્રના ધોરણે 7માં પગારપંચના બાકી ભથ્થા જેવા કે ટીએડીએ, એલટીસી, ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસનો લાભ આપવો તેમજ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું 25 ટકા થાય ત્યારે ઘર ભાડાભથ્થું 8-18-27 ટકા તેમજ મોંઘવારી ભથ્થું 50 ટકા થાય ત્યારે ઘર ભાડાભથ્થું 10-20-30 ટકાના દરે આપવા માંગણી કરી હતી.

છતાં કોઇ નિરાકરણ ન આવતા: હિંમતનગરમાં શુક્રવારે DILR કચેરી, મામલતદાર કચેરી, શિક્ષકો સહિત અન્ય સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાળા કપડા પહેરી ફરજ બજાવતી હતી અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ ઉપરાંત તલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા કાળા કપડા પહેરી શિક્ષણ કાર્ય કરી સરકારની કાર્ય પદ્ધતિનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોએ પડતર પ્રશ્નો અંગે ફરી આંદોલન કરી રહ્યા છે. ત્યારે તાલુકા ફરજ બજાવતા શિક્ષકોએ કાળા કપડા પહેરી ‘અમારી માગો પુરી કરો’ના સુત્રોચ્ચાર સાથે વિરોધ વ્યકત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.