અસારવા-ઉદેપુર રેલવે લાઈન પર હિંમતનગરથી પ્રાંતિજ સુધીમાં ઇલેક્ટ્રિક વીજપોલ પર ક્રોસ આર્મ લાગી ગયા

સાબરકાંઠા
સાબરકાંઠા

અસારવાથી ઉદેપુર રેલવે લાઈન પર ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી શરુ થઇ હતી. દિવાળીને લઈને કામગીરી બંધ થઇ હતી. જે કામગીરી દેવ દિવાળી બાદ ફરી શરૂ થઇ છે અને હિંમતનગરથી પ્રાંતિજ સુધીમાં વીજપોલ પર ક્રોસ આર્મ લાગી ગયા છે. તો પ્રાંતિજથી અસારવા દરમિયાન અલગ અલગ જગ્યાએ કામગીરી પુરજોશમાં શરુ થઇ છે. જેને લઈને લોકસભા પહેલા લોકાર્પણની શક્યતા જોવા મળી રહી છે.રેલવે વિભાગ દ્વારા અસારવા-ઉદેપુર રેલવે લાઈન બ્રોડગેજ થયા બાદ ડેમુ સાથે વિવિધ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં ચાલી પણ રહી છે ત્યારે આ રેલવે લાઈનને ઈલેક્ટ્રીફીકેશન કરવાની રેલવે વિભાગની જાહેરાત બાદ ટેન્ડર થયા હતા અને કામગીરી શરૂ થઇ હતી. તો હિંમતનગરથી ઉદેપુર NWR દ્વારા નિમાયેલી એજન્સી દ્વારા કામગીરી ચાલી રહી છે. તો હિંમતનગરથી અસારવા WR દ્વારા બે એજન્સી હિંમતનગરથી પ્રાંતિજ એક એજન્સી અને પ્રાંતિજથી અસારવા બીજી એજન્સી દ્વારા કામગીરી શરૂ થઇ હતી. ફાઉન્ડેશનની કામગીરી બાદ વીજપોલ લગાવવાની કામગીરી ઉપરાંત રેલવે સ્ટેશનો પર ફાઉન્ડેશન અને વીજપોલ લગાવવાની કામગીરી શરૂ થઇ હતી. ત્યારે હિંમતનગરથી અસારવા સુધીના 82 કિમીમાં વીજપોલ લાગી ગયા છે. ત્યારબાદ દિવાળીને લઈને કામગીરી બંધ થઇ હતી.

દેવદિવાળી બાદ ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી ફરી શરૂ થઇ છે.જેમાં હિંમતનગરથી પ્રાંતિજ સુધીમાં વીજપોલ પર ક્રોસ આર્મ લાગી ગયા છે. તો પ્રાંતિજથી અસારવા દરમિયાન અલગ અલગ જગ્યાએ કામગીરી ચાલી રહી છે. તો હિંમતનગર રેલવે સ્ટેશન પર પણ વીજપોલ પર ક્રોસ આર્મ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હિંમતનગરથી ઉદેપુર તરફ પણ રેલવે લાઈન પર કામગીરી પુરજોશમાં ચાલતી જોવા મળી રહી છે.હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા​​​માં ચૂંટણી પૂર્ણ થઇ અને પરિણામ પણ આવી ગયા છે. ત્યારે અગામી લોકસભા 2024ની ચૂંટણી પણ આવી રહી છે. તે પહેલા અસારવા-ઉદેપુર રેલવે લાઈન પર ઈલેક્ટ્રીફીકેશન કામગીરી પૂર્ણ થવાની શક્યતા કામગીરી પરથી લાગી રહી છે. જેને લઈને દેશન વડાપ્રધાન પણ લોકસભા ચૂંટણી પહેલા લોકાર્પણ કરી શકવાની શક્યતા નકારી શકાતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.