સાબરકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા મતદાન મથકોમાં બંદોબસ્ત

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં કુલ 5,67,353 પુરૂષ મતદારો જ્યારે 5,41,337 સ્ત્રી મતદારો 32 અન્ય મળી કુલ 11,08,722 મતદારો ઇવીએમ મશીન દ્વારા મતદાન કરવાના છે. ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોનું પુથ્થકરણ કરીને 348 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

જે માટે ચૂંટણી પંચ દ્વારા 27 કંપની CAPF, 37 પીએસઆઇ, 14 પીઆઇ, 4 ડીવાયએસપી, 1 એસપી, 1750 પોલીસ તેમજ 1650 હોમગાર્ડ અને જીઆરડી જવાનોને મતદાન મથકો પર ફરજ માટે મોકલી આપવામાં આવશે. જેમાં 850 પોલીસ કર્મીઓ અને અધિકારીઓ બીજા જિલ્લામાંથી બોલાવવામાં આવ્યા છે.

બીજી તરફ મતદાન મથકો પર કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કુલ મતદાન મથકોના 50 ટકા મતદાન મથકો એટલે કે 661 મતદાન મથકો પર લાઇવ બ્રોડકાસ્ટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે મતદાન મથકોને સીસી ટીવીથી સુસજ્જ કરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.