દેહ દઝાડતી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટાં સાથે પવન શરુ થયો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશ વાદળછાયું થયું છે સાથે પવન પણ શરુ થયો છે.

કમોસમી વરસાદ બાદ છેલ્લા કેટલાય દિવસથી ઉનાળાની અસર જોવા મળી રહી છે અને દિન પ્રતિદિન ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રવિવારે હિંમતનગરમાં 42.2 ડીગ્રી અને વડાલીમાં 42.5 ડીગ્રી ગરમી નોંધાઈ હતી. એટલે કે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગરમ વડાલી નગર રહ્યું હતું. બીજા નંબરે હિંમતનગર શહેર રહ્યું હતું. ગરમીને લઈને બપોરે ગરમીમાં રોડ સુમસામ થઇ જાય છે. ત્યારે હિંમતનગરમાં સોમવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશમાં વાદળો જોવા મળ્યા હતા. બીજી તરફ પવન પણ ફૂંકાતો હતો. જેને લઈને ગરમી રહેશે, પરંતુ પવન તેમાં રાહત કરશે તેવું આકાશમાં આવેલા વાદળોથી લાગી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ એક સપ્તાહ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. તો અગામી 4થી 5 દિવસોમાં ગરમીમાં ઘટાડો જોવા મળશે, પરંતુ વરસાદની શક્યતા નહીંવત છે. તો છેલ્લા કેટલાય સમયથી આકરા તાપને સહન કરતા સાબરકાંઠા વાસીઓને આજથી વાદળછાયા વાતાવરણને લઈને ગરમીમાંથી રાહત મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.