સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમતનગરના હાપા નજીકથી બકરા ચોરી કરતી ગેંગને ઝડપી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા LCBએ બકરા ચોરી કરતી ગેંગને હાપા નજીકથી ઝડપી લઇને એક લૂંટ સાથે ત્રણ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રૂ. 6,78,110નો મુદ્દામાલ કબજે લઈને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સોંપ્યા છે. તો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બે અને ઇડર પોલીસ સ્ટેશનમાં એક મળી ત્રણ બકરા ચોરીના ગુના ઉકેલાયા છે.

સાબરકાંઠા જિલ્લામાંથી છેલ્લા ત્રણેક મહિનામાં: અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી રાત્રિના સમયે નાના મોટા બકરાઓની ચોરી થયાઓની ફરિયાદો નોંધાઇ હતી. જેમાં એક મહિના પહેલા 10 જાન્યુઆરીના રોજ લાલપુર ગામમાં કાર લઇને આવેલા શખ્સોએ ફાર્મ હાઉસના માલિક પર હુમલો કરી બકરાઓની ચોરી કરી હતી. તો બીજી ઘટના ઇલોલ ગામની સીમમાં બની હતી. જેમાં અર્ટીકા ગાડી લઇને આવેલા શખ્સો બકરાની ચોરી કરી નાસી ગયા હતા. જે ઘટના અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજની ચકાસણી કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસની પુછપરછ દરમિયાન તેમણે: આજથી અઢી મહિના પહેલા ઇડર તાલુકાના લાલોડા ગામ નજીક ખેતરના વાડામાંથી 11 બકરાની ચોરી કરી હતી. આ ઉપરાંત હિંમતનગર તાલુકાના લાલપુરમાં 8, ઇલોલ ગામમાં 11 બકરાની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી હતી. મુદ્દામાલ કબજે લઈને હિંમતનગર ગ્રામ્ય પોલીસને સોંપ્યા હતા.

પકડાયેલા આરોપી

સંદીપભાઈ સલાટ (સોમપુરા) રહે-રાલેજ, 16 વીઘાનો ટેકરો, તા. ખંભાત, જિ.આણંદ

કિરીટભાઈ ઉર્ફે ગીગી તળપદા (વાઘેલા) રહે-ચકલાસી ભાગોળ, ફતેપુરા રોડ, રામજી મંદિર પાસે, તા.નડિયાદ, જિ.ખેડા હાલ રહે-રાલેજ, 16 વીઘાનો ટેકરો, તા. ખંભાત, જિ.આણંદ (છગનભાઈ સોમાભાઈ સલાટના ઘરે)

કિરણભાઈ ચુનારા(વાઘેલા) રહે.જંત્રાલ, તા.ખંભાત ,જિ.આણંદ મૂળ રહે-મટોડા, મેલડી માતાજીના મંદિર પાછળ, સાણંદ, જિ.અમદાવાદ

નીતીનભાઈ ઉર્ફે હર્ષદ તળપદા રહે-કાસોર, મહાદેવના મંદિર આગળ, તા.સોજીત્રા, જિ.આણંદ

આરોપીઓ પાસેથી મળી આવેલો મુદ્દામાલ
પોલીસે રોકડ રકમ રૂ 12,500, અર્ટીગા કાર રૂ 6,50,000, મોબાઈલ ફોન ચાર -રૂ 15,500, ચપ્પુ, ગોદડું મળી રૂ. 6,78,110નો મુદ્દામાલ કબજે લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.