
પાંચ પીલ્લર પર બનશે 180 મીટરનો ઓવરબ્રિજ, નદીમાં પાણી વચ્ચેની કામગીરીમાં 2 મહિનામાં 4 પીલ્લર બન્યા
હિંમતનગરમાં પોસ્ટ ઓફિસથી પરબડા અને ભોલેશ્વર જવા માટે બેઠા પુલ પર થઈને જવું પડે છે. ત્યારે ઓવરબ્રિજ મંજૂર થયા બાદ બે મહિનામાં નદીમાં પાણી વચ્ચે પાંચ પીલ્લર પૈકી ચાર પીલ્લર બન્યા છે. તો 18 મહિનામાં 180 મીટરનો બ્રીજ બનશે.
ચોમાસાના ચાર મહિના દરમિયાન હાથમતી નદીમાં પાણી આવે ત્યારે બેઠો પુલ બંધ થતાં ભોલેશ્વર કે પરબડા જવા માટે મોતીપુરા અથવા મહેતાપુરા થઈને પરબડા અને ભોલેશ્વર જવું પડતું હતું. ઓવરબ્રિજનું કામ શરુ થયું છે અને 18 મહિનામાં બની ગયા બાદ પોસ્ટ ઓફીસથી આ બ્રીજ પર થઈને માત્ર ગણતરીની મીનીટોમાં હાથમતી નદી સરળતાથી પાર કરી શકાશે.
હિંમતનગર હાથમતી નદી પર મંજૂર થયેલા ત્રીજા ઓવરબ્રિજની કામગીરી બે મહિના પહેલા શરૂ થઇ હતી અને 18 મહિનામાં પૂર્ણ થવાની છે. ત્યારે બે મહિનામાં નદીમાં પાંચ પીલ્લરો પર 180 મીટર લાંબો ફૂટપાથ વાળો 16 મીટર પહોળો અંદાજીત 14.53 કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનશે. જેને લઈને ચોમાસામાં પણ સ્થાનિકો અને શહેરીજનોને હાથમતી નદી પાર કરવામાં સરળતા રહેશે.
શ્રાવણ મહિનામાં હાથમતી નદી કિનારે આવેલા પૌરાણિક સ્વયંભુ ભોલેશ્વર મહાદેવના મંદિરે ભક્તો અને દર્શનાથીઓને પણ સગવડનો લાભ મળશે. તો બારેમાસ જતા ભક્તો ચાલતા પણ મંદિરે જઈને સ્વયંભુ ભોલેશ્વર દાદાના પૂજન અર્ચન અને દર્શન પણ કરી શકશે. ઓવરબ્રિજ બનાવને લઈને વિકાસની વ્યાખ્યામાં વધારો થશે તો સ્થાનિકો અને શહેરીજનો સગવડમાં પણ વધારો થશે.