આ વર્ષની 26મી જાન્યુઆરી પાટણની જિલ્લા કક્ષાની ઉજવણી સિદ્ધપુર મુકામે રાખવામાં આવી

પાટણ
પાટણ

26મી જાન્યુઆરી એટલે કે,પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદન સમારોહ માટે સમગ્ર રાજ્યમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો 26મી જાન્યુઆરીનો આ વર્ષનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સિદ્ધપુર મુકામે થવાનો છે. આ સમારોહમાં કોઈ પણ જાતની કચાશ ન રહી જાય અને હરહંમેશની જેમ આ સમારોહ પણ યાદગાર બની રહે તેમજ તમામ પ્રોટોકોલનું પાલન થાય તે માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં પૂર્વતૈયારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. બેઠકમાં પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને કરવાની થતી કામગીરીઓ સંલગ્ન અધિકારીઓને સોંપવામાં આવી હતી.

26મી જાન્યુઆરીની આ વર્ષની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણી સિદ્ધપુર મુકામે રાખવામાં આવી છે. કલેક્ટર દ્વારા આજની બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં કાર્યક્રમના સંકલનથી લઈને સ્થળ પરની સાફ-સફાઈ, સુશોભન, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વગેરે સુધીની વ્યવસ્થાઓ કરવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી. પ્રજાસત્તાક દિને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો થવાના છે તે માટે સ્થળ પર તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા માટે કલેક્ટરએ અધિકારીઓને સુચન કર્યું હતુ. મહેમાનોની બેઠક વ્યવસ્થા, ઈનામ-પ્રમાણપત્રો વિતરણ, રંગરોગાન, સજાવટ, લાઈટીંગ, સાઉન્ડ સિસ્ટમ,વીજળીની વ્યવસ્થા, મેડીકલ ટીમો, વગેરે જેવી તમામ વ્યવસ્થાઓ કરવા માટે સંલગ્ન અધિકારીશ્રીઓને સુચન કરવામાં આવ્યું હતુ. આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ,પટેલ, પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ, તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.