બાકી રહેલા મિલકત ધારકોની મિલકત સીલ કરવાની કાયૅવાહી ટુક સમયમાં હાથ ધરાશે

પાટણ
પાટણ

પાટણ-સિધ્ધપુર ચારરસ્તા  પરના પેટ્રોલ પંપ ની બાકી વેરાની રકમ ભરપાઈ કરાતા પાલિકા એ મારેલ સીલ ખોલાયુ… પાટણ પાલિકા દ્વારા વોર્ડ નં. 1,9 અને 11 માં બાકી વેરાની ઈસ્યુ કરાયેલી આખરી નોટીસ ને લઈ 40℅ બાકીદારોએ બાકી વેરાની રકમ જમા કરાવી..

પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી વેરાની રકમ વસુલાત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.   ત્યારે વોર્ડ નંબર 1,9, અને 11 માં રૂ. 50 હજારથી વધુની બાકી વેરાની રકમના 125 થી વધુ મિલકત ધારકોને આખરી નોટિસ ઈસ્યુ કરાયાં બાદ વેરા વસુલાતની ઝુંબેશ સધન બનાવતા 40℅ બાકી વેરા મિલકત ધારકોએ પોતાની બાકી વરાની રકમ ચેક અને રોકડ થી ભરપાઈ કરી હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.

બાકી વેરા વસુલાત ની કામગીરી બાબતે વધુ માહિતી આપતાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ શહેરના વોડૅ નં. 1,9, અને 11 મા રૂ. 50 હજારથી વધુ બાકી વેરાની રકમ  ના  125 થી વધુ મિલકત ધારકોને આખરી નોટીસ બજવણી કરી ત્રણ દિવસમાં બાકી વેરાની રકમ ભરપાઈ કરવા સુચના આપવામાં આવી હતી જે પૈકી ઉપરોક્ત બાકી દારો પૈકી 40℅ લોકો એ પોતાની બાકી વેરાની રકમ ચેક અને રોકડે થી ભરપાઈ કરી છે તો ઉપરોક્ત વોડૅ વિસ્તારમાં કેટલીક મિલકત બંધ હાલતમાં હોવાની સાથે કેટલાક બાકી વેરા મિલકત ધારકો પાસેથી બાકી વેરાની વસુલાત કરવા ટુક સમય મા કડક કાર્યવાહી સ્વરૂપે આવી મિલકતોને સીલ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. સાથે સાથે તેઓએ પાટણ સિધ્ધપુર ચાર રસ્તા નજીક આવેલ  પેટ્રોલ પંપની જગ્યાને બાકી વેરાને લઈને તાજેતરમાં સીલ કરવામાં આવી હતી જે જગ્યાના માલિક દ્વારા નગરપાલિકામાં બાકી વેરાની રકમ ભરપાઈ કરવામાં આવી હોય જેને લઇને વેરા શાખા દ્વારા આ પેટ્રોલ પંપ નું સીલ ખોલવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા  બાકી વેરા મિલકત ધારકો સામે હાથ ધરાયેલી વેરા વસુલાતની કડક ઝુંબેશને લઈને બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.