પાટણની કોર્ટે આરોપી હાજર ન રહેતા વધુ બે માસની કેદની સજા ફટકારી

પાટણ
પાટણ

પાટણની જ્યુડિસીયલ કોર્ટે રૂા. 1,63,500નો ચેક રિટર્ન થવાનાં કેસમાં આરોપી અરવિંદભાઈ પ્રજાપતિને એક વર્ષની સાદી કેદ અને રૂા. 2,45,250નું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો ને સજા સંભળાવતી વખતે આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી તે બદલ તેને વધુ બે માસની સજા ફટકારી હતી. તેમજ તેમની કોર્ટમાં ગેરહાજરી અંગે કોઈ કારણ તેમનાં તરફથી રજુ ન થતાં તેને જેલમાં મોકલવા માટે અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવાનો તથા તેની બજવણી કરવા માટે વોરંટ પાટણના ડીએસપીને મોકલવાનો આદેશ કર્યો હતો.

આ કેસની મળતી માહિતી મુજબ આરોપી અરવિંદ પ્રજાપતિએ તેમનાં જ ગામનાં ચેનાજી ઠાકોર પાસેથી બાંધકામ માટે રૂ 1.63.500ની રકમ હાથ ઉછીની લીધી હતી અને તેમની લોન પાસ થાય એટલે પરત ચુકવી દેવાનો વાયદો કરીને તેમણે ફરિયાદીને તા.11-2-23નો તા. 1,63,500નો ચેક આપેલો જે ચેક ફરિયાદીએ પોતાની બેંકમાં ભરતા તે તા. 18-2-23ના રોજ અપૂરતા બેલેન્સનાં અભાવે તે પાછો ફર્યો હતો.

જે અંગે ફરીયાદીએ પોતાનાં એડવોકેટ ભરતભાઈ બી. ઠાકોર મારફતે આરોપીને નોટીસ આપ્યા બાદ પાટણ કોર્ટમાં ફરિયાદ નોંધાવતાં આ કેસ ચાલી જતાં મેજિસ્ટ્રેટ એસ.એસ. જાનીએ આરોપીને ઉપરોક્ત સજા ફટકારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.