પાટણનું સબ-ડીવીઝનલ મેજીસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને હાથ ધરાયેલા નિરીક્ષણમાં જરુરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવા સૂચનો કરવામાં આવ્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015 ની કલમ-50 મુજબ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,પાટણ કાર્યરત છે. જેમાં કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરીયતવાળા બાળકોને આશ્રય આપી સમયાંતરે સમાજની મુખ્ય ધારામાં યોગ્ય પુનઃસ્થાપન કરવામાં આવે છે.આ સંસ્થાઓમાં પ્રત્યેક બાળકોનો યોગ્ય વિકાસ, આરોગ્ય, શિક્ષણ તેમજ સંસ્થાની ભૌતિક સુવિધાઓનું દર ત્રણ માસે સબ-ડીવીઝનલ મેજીસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને નિરીક્ષણ કરવાનું થતું હોય છે. જે અંતર્ગત સબ-ડીવીઝનલ મેજીસ્ટ્રેટના પ્રતિનિધિ, પાટણના અધ્યક્ષ સ્થાને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, જાળેશ્વર-પાલડી, પાટણ ખાતે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતુ. નિરીક્ષણમાં પાણીની વ્યવસ્થા, બાળકોના આયુષ્માન કાર્ડ તથા બાળગૃહના જરૂરી સમારકામ વગેરે બાબતો ઝડપથી પરિપૂર્ણ થવા બેઠકમાં નોંધ લેવાઈ હતી.


નિરીક્ષણ બેઠકમાં નિરીક્ષણ કમિટીના સભ્યઓ તરીકે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્ય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ), સામાજિક કાર્યકર, માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાંત, તથા શિક્ષણ વિભાગના નિષ્ણાંતઓ વગેરે જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.