સિદ્ધપુરના મેત્રાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચ્યો

પાટણ
પાટણ

વિકસિત ભારત સંકલ્પયાત્રા સ્વરૂપે ભારતભરમાં પરીભ્રમણ કરતા રથનું ગામે-ગામે ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે. આ રથ રૂપે હવે લોકોને ઘર આંગણે જ તમામ યોજનાકીય માહિતી અને લાભ મળતા થયા છે. છેવાડાનો કોઈ પણ માનવી સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તે ઉદેશ્યની સાથે શરૂ થયેલ રથ તા.25 મી જાન્યુઆરી સુધી તમામ રાજ્યોમાં ફરશે.


સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામમાં પણ આ રથ આવી પહોંચતા ગ્રામજનોએ રથને ઉમળકાભેર વધાવી લીધો હતો. આ રથ મારફતે ગ્રામજનોએ સરકારની વિકાસની ઝાંખી રજુ કરતી ફિલ્મ પણ નિહાળી હતી. કતપુર ગામમાં આયોજીત કાર્યક્રમમાં કુલ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. જેમાંથી લોકોનું હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવ્યું હતુ. તેમજ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પયાત્રા અંતર્ગત પ્રાથમિક શાળામાં વિવિધ યોજનાની માહિતી આપતા સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સની મુલાકાત લેતા ગ્રામજનોએ વિવિધ યોજનાકીય લાભ પણ લીધા હતા.મેત્રાણા ગામે આયોજીત કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. તેમજ ઘરતી કહે પુકારકે અંતર્ગત લઘુનાટીકા પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પયાત્રા અંતર્ગત શપથ પણ લીધા હતા. કાર્યક્રમમાં ગામના આગેવાન શંભુભાઈ દેસાઈ, સરપંચ, કાર્યપાલક ઈજનેર, બેન્ક ઓફ બરોડા મેનેજર, ખેતીવાડી અધિકારી તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.