ખેતરમાં ભેંસો ચારવાની ના પાડતા હાથમાં રહેલ ધારિયુ મારતા સારવાર માટે ખસેડાયા

પાટણ
પાટણ

સાંતલપુર તાલુકાના ફાંગલી ગામથી જામવાડાના રોડ ઉપર ભેંસો એકબીજાના ખેતરમાં ઘુસી જવાના મામલે ફાંગલી ગામના એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારી અને ધીંગાણું સર્જાયું હતું. તેમાં કેટલાકને ઇજા થઈ હતી. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. આ અંગેની વિગતો એવી છે કે, સાંતલપુરના ફાંગલીમાં રહેતા વિરમભાઈ રાણાભાઈ આહિરના ફાંગલીથી જામવાડા જવાના રોડ ઉપર કેનાલ નજીક આવેલ ખેતરમાં આજથી બે દિવસ અગાઉ ગામના ભરતભાઈ ખેંગારભાઈ આયરની વીસેક જેટલી ભેંસો આવી ગઈ હતી. જેથી વિરમભાઈએ બીજા દિવસે સવારમાં ભરતભાઈ આયરને તેની ભેંસો તેમના ખેતરમાં આવેલ તે બાબતે ઠપકો આપ્યો હતો.

સાંજના સાતેક વાગ્યાના સમયે વિરમભાઇ ફાંગલીથી જામવાડા જવાના રોડ ઉપર કેનાલ નજીક આવેલ તેમના ખેતરમાં ચોકી કરવા માટે ગયા હતા અને રાતના નવેક વાગ્યાના સમયે ગામના વિરમભાઈ ડાયાભાઈ આયરે તેમને ફોન કરી કહેલ કે, નસ્ત્ર તુ ક્યાં છે? તેમ વાત કરતા વિરમભાઈએ કહેલ કે, હુ મારા ખેતરે સુવા માટે આવેલ છું તેમ વાત કરતા તેણે એમને કહેલ કે, તારા ખેતરના કટલા (દરવાજા) આગળ રોડ ઉપર ઉભો છું તુ બહાર આવ તારૂ કામ છે તેમ વાત કરતા વિરમભાઈ ત્યાં જતા અહીં ભરતભાઈ ખેંગારભાઈ આયર તેના હાથમાં ધારિયુ લઈને તથા વિરમભાઈ ડાયાભાઈ આયર તથા વિરમભાઈ માદેવભાઈ આયર તથા વિષ્ણુભાઈ માદેવભાઈ આયર તથા રૂપાભાઈ ડાયાભાઇ આયર તેમના હાથમાં લાકડિયો લઈને બે મોટર સાઈકલ લઈને ઉભા હતા અને તેમને જોઈ જતા ભરતભાઈ ખેંગારભાઈ આયર તેમને કહેવા લાગેલ કે, નસ્ત્રમને કેમ તારા ખેતરમાં ભેંસો ચારવાની ના પાડેલ હતી. તેમ કહી ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલ ધારિયુ તેમને મારતા વિરમભાઈને આંગળી ઉપર સામાન્ય વાગી ગયેલ અને તેમને આંગળીમાંથી લોહી નીકળ્યું હતું. તેમને સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી. 143 ,147,148 ,149, 324,323 294(ખ), 506(2) તથા જી.પી એક્ટની કલમ – 135 મુજબ ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.